બીજા લોકો ગયા…!

જે ચીલાચાલુ માર્ગે ચાલે છે, એને ક્યારેય બીજા રસ્તાનો વિચાર આવતો નથી અથવા તો નવો ચીલો કંડારતાં એને ડર લાગે છે. પોતાની દુનિયાની ખૂબસૂરતીમાં એ ડૂબેલો હોય છે, પરંતુ જો વ્યક્તિને કંઈક નવીન પ્રાપ્ત કરવું હોય તો એણે ચીલાચાલુ માર્ગને છોડીને નવી દિશામાં આગળ વધવું પડશે. જો તમે ધન એટલે કે લક્ષ્મી પ્રાપ્ત કરવા માંગતા હોવ તો યાદ રાખો કે લક્ષ્મી કહે છે કે મને સેવામાંર્ગના ચરણમાં સ્થાન આપો. ધનરૂપે મારે માણસમાં દેવત્વ કરતાં મોટી નથી બનવું. કારણ કે મારે મન તો નાર એજ નારાયણ છે. ભલે તમે માતારૂપે મહાલક્ષ્મી રૂપે મારૂ પૂજન કરો, હું માણસને ચાહીશ, પણ બાળકને માતા ચાહે એમ…! બાળક વાંકું ચાલશે તો હું ખીજાઈશ સીધું ચાલશે તો એના પર રિઝીશ. જેનો હું વિવેક છીનવી લઉં છું એને જીવનમાં હું વરદાન સ્વરૂપે ભરમાવું છું. અને એના દુષ્કૃત્યોની સજા આપી એનો વિનિપાત કરી ચાલી જાઉ છું. માણસના જીવનમાં પારિવારિક ઝઘડા, સંપત્તિના વિવાદ, સત્તાના સંઘર્ષે અને આધિ – વ્યાધિ – ઉપાધિ એ માણસના મારા તરફથી આપવામાં આવતા દંડ છે, સજા છે…! એટલે કે આપણે શુભાલક્ષ્મીની પૂજા કરવી જોઈએ. ધનને ધર્મપૂર્વક રળીએ, કર્તવ્યપૂર્વક વિવેકથી ભોગવીએ અને ઉદારચેતા બની જગતના કલ્યાણ માટે ખર્ચીએ એ જ લક્ષ્મીને મંજુર છે. સંસારમાં લક્ષ્મી કાજે “સમુદ્ર મંથન” રોજ થાય છે, પણ લક્ષ્મી સહેલાયથી આવે એવી હૈયાફૂટી નથી.
બીજા લોકો ગયા, એ રસ્તે જવાનો વિચાર નહીં કરે, પણ જ્યાં કોઈ રસ્તો નથી એવા માર્ગે પોતાની નિશાની છોડતો આગળ વધશે અને સમય જતાં એણે જ્યાં નિશાની છોડી હોય છે, તે નવો રસ્તો બંને છે. અર્થાત્ એ જે ચીલે ચાલે છે, તે રસ્તો બની જાય છે અને આવી જ વ્યકિત “કંઇક બની શકે છે. જે પોતાની વર્તમાન સ્થિતિ અને પિતાની ઉપ્લબ્ધિથીઓ સંતુષ્ટ થઈ જાય છે, તે જીવનમાં કશું પ્રાપ્ત કરી શકતી નથી. જે એનાથી અસંતુષ્ટ હોય છે, એ જ નવો રસ્તો કંડારી શકે છે અને જમાનાને નવી દિશા બતાવી શકે છે. આમ જેને “કંઇક” બનવું છે અથવા તો કોઈ મોટી સિધ્ધિ મેળવવી છે, એણે કશુંક નવનિર્માણ સાધવું પડે છે. અજાણી ભોમકા પર ડગ માંડવા પડે છે અને અજ્ઞાતને જ્ઞાત કરવા માટે મથવું પડે છે.

Leave a Reply