(આર.ઓ.)નું પાણી લોકો દ્વારા સતત સેવન તેમના મોતનું કારણ બની શકે છે.

દુનિયાભરના વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓ દ્વારા સંશોધન બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન (ડબ્લ્યુ.એચ.ઓ.) એ વિશ્વને ચેતવણી આપી હતી કે, રિવર્સ ઓસ્મોસીસ (આર.ઓ.)નું પાણી લોકો દ્વારા સતત સેવન તેમના મોતનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિકોના મત અનુસાર આર.ઓ. પ્રક્રિયાથી પાણીમાંના બેક્ટેરિયા ખત્મ કરવાની સાથે સાથે શરીર માટેના જરૂરી કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ નષ્ટ થઈ જાય છે. જેથી શરીરનો વિકાસ થવાને બદલે ભયંકર નુકસાન થવાનું ચાલુ થઈ જાય છે. આ ચેતવણી બાદ એશિયા અને યુરોપના ઘણા દેશોએ આર.ઓ. ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે, કેમ કે સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે આર.ઓ. ના પાણીના સતત ઉપયોગથી હૃદય સબંધી વિકારો, થકાવટ, કમજોરી સહિત ઘણી સાઈડ ઈફેક્ટ જોવા મળી છે. જેમાં પાણી શરીરના જરૂરી મિનરલ ખત્મ કરી નાખે છે. જરૂરી મિનરલના અભાવે ગંભીર બિમારીઓ ઘર કરી જાય છે. શરીરમાં હાડકાંની મજબૂતી માટે કેલ્શિયમ જરૂરી છે, જયારે આર.ઓ. થી પાણીમાંના કેલ્શિયમ અને મેગ્નેશિયમ નાશ પામે છે. એટલે કે આર.ઓ. નો ઉપયોગ છોડી દઈ ઘેર પ્યોરીફાઈ કરેલા પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ.

Leave a Reply