(ગર્ભ-સંસ્કાર સંદેશ – ૫) શિષ્યએ નિ:સાસો નાખ્યો અને કહ્યું કે મેં સુવર્ણતક વેડફી નાખી…!

“દસ દિવસોમાં ભક્તિ કરતાં શીખો…!”
“મનની વૃત્તિઓ પર કાબૂ મેળવવાનો એડવાન્સ કોર્સ…!
પૂજ્યપાદ ફલાણાશ્રીના માર્ગદર્શન હેઠળ મળશે…!”
“નવપરણિતોને પરસ્પર માટે સમર્પણભાવની ટ્રેનિંગ આપતો ખાસ કોર્સ સિમલાની ફલાણી હોટેલમાં મળશે…!”
છે ને ધર્મના નામે ગોરખધંધા…!
શિષ્યની સેવાભાવનાથી પ્રસન્ન થયેલા ગુરુએ એક દિવ્ય દર્પણ ભેટ આપ્યું અને કહ્યું, “બીજા દર્પણમાં શરીરનું પ્રતિબિંબ ઝીલાય છે, પરંતુ આ દિવ્ય દર્પણમાં માનવીના મનનું પ્રતિબિંબ ઝિલાય છે.મનમાં જે કોઈ સારા-નરસા વિચારો હોય, એ તું આ દિવ્ય દર્પણ દ્વારા જોઈ શકીશ.” દરેક જીવને જીવવાનો, સ્વતંત્રતા ભોગવવાનો અને સુખ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. વિશ્વાસ એક એવી શક્તિ છે, જેનાથી જીવનને ધારીએ તેવો પ્રકાશ આપી શકીએ.
ગુરુની આ મૂલ્યવાન ભેટથી અતિ પ્રસન્ન શિષ્યે વિચાર્યું કે આ દિવ્ય દર્પણની કસોટી કરવા માટે દૂર જવાની ક્યાં જરૂર છે ? એણે આ દર્પણ પોતાના ગુરુ સામે ધર્યું અને આશ્વર્ય ભર્યો આઘાત પામ્યો. એ માનતો હતો કે એના ગુરુ સર્વ દુર્ગોણોથી રહિત એવા મહાન સત્પુરુષ છે, પરંતુ દિવ્ય દર્પણમાં તો એમના મનમાં રહેલા મોહ, માયા, ક્રોધ, અહંકાર આદિ દુર્ગુણો દ્રષ્ટિગોચર થયા અને એ જોઇને શિષ્યને ભારોભાર દુઃખ થયું.
એ પછી આ શિષ્ય જ્યાં જતો, ત્યાં દર્પણ ધરીને સામી વ્યક્તિની સદ્-અસદ્ વૃત્તિઓનો તાગ મેળવતો હતો. પોતાના ગાઢ મિત્ર સમક્ષ દર્પણ ધર્યું, તો એના ભીતરમાં રહેલા સ્વાર્થ અને મોહનો ખ્યાલ આવ્યો. પોતાના કુટુંબીજનો સામે દર્પણ રાખીને એમના ચિત્તમાં ચાલતા દુર્ભાવોના ધમસાણને જાણી લીધું. જ્યાં સુધી શુદ્ધ આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી જીવ મોક્ષને પાત્ર બનતો નથી. સહુ કોઈના હૃદયમાં એને કોઈને કોઈ દુર્ગુણ જોવા મળ્યો. માતા-પિતા સામે પણ એણે દર્પણ ધર્યું અને એમના હૃદયમાં રહેલા દુર્ગુણો જોયા. આ જોઇને શિષ્ય અત્યંત હતપ્રત બની ગયો. દરેક વસ્તુમાં સુંદરતા રહેલી હોય છે, પણ બધા તેને જોઈ શકતા નથી. તૈયારી કરવામાં નિષ્ફળ જવાનો અર્થ એ કે નિષ્ફળ જવા માટે તૈયારી કરવી.
ફરી એકવાર એ ગુરુકુળમાં ગયો અને ગુરુને મળ્યો. સાથે વિનમ્રતાથી કહ્યું, “ગુરુદેવ, આપે આપેલા દર્પણથી મેં સહુના મનમાં ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો અને મને પારાવાર દુર્વૃત્તિઓ જોવા મળી. એક પણ વ્યક્તિ એવી મળી નહીં કે જેને હું સત્પુરુષ કહી શકું. દરેકમાં કોઈ નાના કે મોટા દુર્ગુણ પડેલો જ હતો. આ જોઇને મને ભારે આઘાત લાગ્યો અને આ દુનિયાના માનવીઓ તરફ ધૃણા અને તિરસ્કાર થયા છે.”
ગુરુએ એ દિવ્ય દર્પણને શિષ્ય સમક્ષ ધર્યું, તો શિષ્ય ધ્રુજી ઊઠ્યો. એના ચિત્તનાં પ્રત્યેક ખૂણાઓમાં રાગ, દ્વેષ, ક્રોધ, અહંકાર જેવા દુર્ગુણો વિદ્યમાન હતા. આ જોઇને શિષ્ય ગભરાઈ ગયો. સૂર્ય, ચંદ્ર અને સત્ય – આ ત્રણેય વસ્તુ વધારે સમય છૂપી રહેતી નથી.
ગુરુએ કહ્યું, “વત્સ, આ દર્પણ મેં તારા ઉપયોગ માટે આપ્યું હતું. અન્ય પર ઉપયોગ કરવા માટે નહીં. એના દ્વારા તું તારા દુર્ગુણો જોઈ શકે અને એમાંથી મુક્ત થવા માટે જીવનમાં પુરુષાર્થ આદરે એ હેતુથી આપ્યું હતું, પરંતુ અન્યના દુર્ગુણો જોવામાં તું સ્વયંના સદગુણોની વૃદ્ધિ કરવાનું ચૂકી ગયો.” દરેક અધિકાર સાથે કોઈને કોઈ કર્તવ્ય જોડાયેલું હોય છે. માણસને પ્રાપ્ત થતી દરેક તક સાથે કોઈને કોઈ જવાબદારી જોડાયેલી હોય છે. કાયમ માટે ટકાઉ નીવડે તેવું સામાજિક માળખું ઉભું કરવા માટે સત્ય અને ન્યાય આ બંનેની જરૂરિયાત અનિવાર્ય હોય છે. માણસને જીવવા માટે સામેથી સાધનો પૂરા પાડવાની દુનિયામાં કોઈની ફરજ નથી, પરંતુ એવા સાધનો મેળવવાની તક તેને પૂરી પાડવી એ દુનિયાની ફરજ છે.
શિષ્યએ નિ:સાસો નાખ્યો અને કહ્યું કે મેં સુવર્ણતક વેડફી નાખી…! ત્યારે ગુરુએ કહ્યું, “માણસની આ સૌથી મોટી નબળાઈ છે. એને બીજાના દુર્ગુણો જોવામાં વધુ રસ-રુચિ હોય છે. જયારે એ સ્વયંને સુધારવાનો વિચાર કરતો નથી.” શિષ્યને ગુરુની વાત સમજાઈ અને આત્મસુધારણાના પંથે સંચર્યો. માણસે ઉચ્ચારેલો શબ્દ વચન સમાન હોય છે તથા નિષ્કલંક ચારિત્ર્યનું આંતરિક મૂલ્ય સંપત્તિ, સત્તા અને કોઈ પદના મોભા કરતાં અનેકગણું વધારે હોય છે. લોકોને ઉપયોગી નીવડે તેવી સેવા કરવી એ દરેક માનવીની નૈતિક ફરજ છે અને ત્યાગ કે બલિદાનના અગ્નિકુંડમાં જ સ્વાર્થનું દહન થઈ શકે છે. તેમજ માણસના આત્માને બંધનમુક્ત કરી શકાય છે. સિંહના તાકાત, ધીરજ અને પ્રયત્નના ગુણને ગુરુ તરીકે વિકસાવવા જેવા છે. ઉત્તમ સંતાનને જન્મ આપનાર સ્ત્રી-પુરુષે શું કરવું જોઈએ ? એ વિચારજો…!

Leave a Reply