માનવજીવન છે… પડકાર…!

જીવનમાં મુશ્કેલી માનવજીવનને ઘડી કરીને તૈયાર કરે છે. ખરેખર મુશ્કેલીભર્યા વાતાવરણમાં જીવન જીવવું કરવું માનવ માટે કઠિન બની જાય છે. મુશ્કેલી તો આવે છે. તે માનવીને કઈક શીખવે છે. મુશ્કેલીના સમયમાં હારવું નહીં. નિરાશ થવું નહીં અને ઉદાસ થવું નહિ. પરંતુ જીવનમાં રહીને હિંમતથી મુશ્કેલીનો સામનો કરવો…! તેવા માનવી જ મુશ્કેલી સામે જીવન જીવી શકે છે. ખરેખર મુશ્કેલી આપણા એક ઉપર જ આવતી કરતી નથી. મુશ્કેલી તો દરેક ઇન્સાન ઉપર આવે છે. મુશ્કેલીના સમયમાં હરિ-સ્મરણ અને સેવા કરશો તો તમે મુશ્કેલીથી અવશ્ય પણે બચી શકશો. થોડી એવી મુશ્કેલી આપણા ઉપર આવે છે, ત્યારે આભ તૂટ્યાનો રાડોરાડ કરવા લાગીએ છીએ. જે માનવી પોતાના જીવનમાં રહીને મુશ્કેલી સહન કરે છે તે ઇન્સાન પોતાના જીવનમાં વિજય પામે છે. જીવનમાં મુશ્કેલીના સામે વિજય પામવું તે બહુ મોટી વાત છે. કારણ કે, વિજય પામનારા દરેક માનવી બધું જ સહન કરે છે. ત્યારે જ વિજય પ્રાપ્ત થયાનું, આનંદ વ્યકત કરે છે. માનવજીવનમાં મુશ્કેલી હાર પણ છે અને મુશ્કેલી જીત પણ છે. આ બંને જીવનમાં હોવા જોઈએ. અને આ બંને આપણા પોતાના જીવનમાં નહીં હોય તો હાર અને જીતની ખબર આપણને કેવી રીતે પડશે ? આ બંને જીવન ઘડે છે. અને તેમાંથી કઈક શીખે છે. ત્યારે જ મુશ્કેલીને જાણી શકે છે. આજે ઘણાં લોકો ઉપર થોડી એવી મુશ્કેલી આવતાની સાથે જ હાહાકાર મચાવી દે છે. આમ કરવાથી મુશ્કેલી ઓછી થવાની નથી. હાહાકાર કરવાથી આપણા પોતાના જીવનમાં મુશ્કેલીનો વધારો થાય છે. અથવા તો આપણે એકબીજા લોકો પાસે જઈને મુશ્કેલીના રોદણા રડવાનું ચાલુ કરી દઈએ છીએ. આજ આપણી સૌથી મોટી ભૂલ છે. મુશ્કેલીના સમયમાં એકબીજા લોકો પાસે જઈને રોદણા રડવાનું બંધ કરો અને મુશ્કેલી સહન કરવાનો પ્રયત્ન કરો. જે માનવી મુશ્કેલી સહન કરવાનો પ્રયત્ન કરે છે. તેમના જીવનમાં આવી રહેલ મુશ્કેલી તુરંત જતી રહે છે. ઘણાં લોકો ઉપર મોટા-મોટા મુશ્કેલીના પહાડો તૂટ્યા કર્યા હોય છે. છતાં પણ મુશ્કેલી વિશે કશું જ જણાવવા કરતાં નથી. મુશ્કેલીને મૂંગે મોઢે સહન કરે છે. તેમના જીવનમાં સુખ અને વિજય પ્રાપ્ત થાય છે. આપણા ભારત દેશના પવિત્ર સંત – મહાપુરુષો (હોય તો, શોધવા…!) ઉપર જયારે મુશ્કેલી આવે છે. ત્યારે તેઓ મનોમન પ્રભુસ્મરણ કરે છે. અને મનોમન પ્રભુને યાદ કરે છે. આમ કરીને સંત-મહાપુરુષો પોતાના ઉપર આવી પડેલી મુશ્કેલીને દૂર કરે છે. સંત – મહાપુરુષોનો સચોટ ઉપાય આજ છે. તેમના સિવાય બીજો એક પણ નથી. મહાપુરુષો પોતાના ઉપર આવી પડેલી મુશ્કેલી ક્યારેય પણ કોઈને જણાવતા કરતાં નથી. પરંતુ મહાપુરુષો પોતે પોતાની રીતે હરિ-સ્મરણ કરીને ઈશ્વરને યાદ કરીને પોતાના ઉપર આવી પડેલી મુશ્કેલીઓ આ રીતે દૂર કરે છે. આપણે પણ મુશ્કેલીને આવી રીતે દૂર કરતાં શીખીશું તો સુખને સુખ જ છે. મુશ્કેલી ક્યાંય નથી. જીવનમાં દરેક માણસ પોતાના ઉપર આવી પડેલી મુશ્કેલીને સચોટ રીતે અનુભવ કરે છે. અને તેમાંથી તેઓ પસાર થાય છે. મુશ્કેલીમાંથી પસાર થવું, કરવું સહેલું નથી. ખૂબ જ કઠિન કામ છે. જેમના ઉપર મુશ્કેલી આવે છે તેમને જ મુશ્કેલી વિશેનો ખ્યાલ આવે છે. મુશ્કેલીના સમયમાં જે માનવી હારી જાય છે, નાસીપાસ થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે, તેમના જીવનમાં કઈક પામીને રહે છે, કઈક મેળવીને રહે છે. કઈક પ્રાપ્ત કરીને રહે છે. તેમના ઉપર ઈશ્વરની કૃપા સદાય વરસતી રહે છે. જીવનમાં થોડી એવી મુશ્કેલી અવશ્ય દૂર થઈ જશે. તેમાં શંકાને સ્થાન નથી. જીવનની અંદર મુશ્કેલી હાર પણ છે અને મુશ્કેલી જીત પણ છે. આ બંને ચીજો જેમના જીવનમાં હશે તેમને ક્યારેય પણ મુશ્કેલી સહન કરવાનો વખત આવશે નહીં. એક વાત ખબર છે ? વિદ્યાર્થી ભલે વર્ષભર તનતોડ અભ્યાસ કરતો હોય અને દિવસ – રાત એક કરતો હોય. પરંતુ એની આ વર્ષભરની મહેનતની સફળતા માત્ર પાંચ-સાત દિવસની પરીક્ષા પર અવલંબે છે. પરીક્ષામાં જો એ ઉચ્ચ ગુણાંકે ઉતીર્ણ થાય તો એની વાર્ષિક જહેમત સફળ. અને જો એ પરીક્ષામાં નાપાસ તો વર્ષભરની મહેનત પાણીમાં… છતાં હિંમત હારવાની નથી જ.
માનવજીવન છે… પડકાર…! જે પડકાર જીતી શકે છે. તે આવેલી મુશ્કેલીનો સામનો કરી શકે છે. આપણે આ ધરતી ઉપર રહેનારા ઇન્સાન છીએ. અને ઇન્સાન ઉપર મુશ્કેલી ના આવે તો કોની પર આવે ? મુશ્કેલી તો હર કોઈ ઇન્સાને સહન કરવાની રહી. આજે થોડી એવી મુશ્કેલી આવતાની સાથે જ આપણે બધા શોર મચાવી દઈએ છીએ એ મુશ્કેલી દૂર કરવાનું સમાધાન નથી. જીવનમાં મુશ્કેલી દૂર કરવાનું સાચું સમાધાન ઈશ્વર સ્મરણ, અને સેવા છે. તેમનાથી વિશેષ સમાધાન બીજું એકેય નથી. ખરા અર્થમાં મુશ્કેલી માનવીને ઘડે છે. અને મુશ્કેલીમાંથી માનવ પોતે બેઠો થાય છે. મુશ્કેલી આવે છે ત્યારે આપણે હતાશ, ઉદાસ અને નિરાશ થઈ જઈએ છીએ. મુશ્કેલીમાં થોડી હિંમત રાખો, થોડા સહનશીલ બનો, તો મુશ્કેલી દૂર કરવાનો રસ્તો અવશ્ય નીકળશે… કે જેમાં શંકાને સ્થાન નથી. જીવનમાં રહીને આપણે બધા થોડી એવી મુશ્કેલીને દૂર કરવા માટે સહજ રીતે સમજદારી કેળવીશું તો આપણા જીવનમાં રહેલી મુશ્કેલી અવશ્યપણે જતી રહેશે.
જેનું મરણ ઉપાધીમય છે એનું જીવન નિષ્ફળ છે…
જેનું મરણ સમાધિમય છે એનું જીવન સફલ છે…
જીવને શિવ અને આત્માને પરમાત્મા બનાવવા તરફ લઈ જતી મંગળ પ્રાર્થના છે કે, “હે પ્રભુ, આપની કૃપાથી મને મરણમાં સમાધિ પ્રાપ્ત થાઓ…!

Leave a Reply