મહારાષ્ટ્રના ગૌ-પ્રેમીઓ છે, તેઓ આજીવિકા ક્યાંથી મેળવતા હશે ?

ગાય માતાના ઘાસચારા માટે સુરત શહેરમાં આજકાલ અદભૂત રીતે ફાળો એકત્ર કરવામાં આવે છે.
ગાય એ હિન્દુ ધર્મ માટે આસ્થાનું પ્રતિક હોય, લોકલાગણી હોય સ્વાભાવિક વાત છે. લોકલાગણીને ધ્યાને લઈને મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતેની ગૌશાળા માટે દાન એકત્ર કરવા માટે એક માલવાહક રિક્ષામાં ગાય માતાને રાખવામાં આવે છે, જે ગાય-માતા પાંચ પગવાળા છે. જે રિક્ષા સુરત શહેરના વિવિધ વિસ્તારમાં ફરે છે, વિશેષમાં તેની આસપાસ જુવાન સ્ત્રીઓ અને પુરૂષો કે જે મહારાષ્ટ્રના ગૌ-પ્રેમીઓ છે (તેઓ આજીવિકા ક્યાંથી મેળવતા હશે ?) – જે ગાય માટે દાન એકત્ર કરે છે…! જો ગાય માટે આ જ રીતે દાન એકત્ર થતું હોય તો એ કેટલું યોગ્ય ? કારણ કે એક ગાય સતત રિક્ષામાં ઉભી રહે છે…! વિશેષમાં રિક્ષામાં સતત ભજનો મોટેથી બોલતા હોય છે, જેના માટે સરસ મજાની સંગીતના આધુનિક મનોરંજક સાધનો વસાવેલ છે. ખરેખર તેઓએ ગાય માતાના દાન માટે મહારાષ્ટ્રના કોલ્હાપુર ગૌશાળાનું સરનામું આપી દેવું જોઈએ અથવા તો બોર્ડ લગાવવા જોઈએ જેથી ગૌ-પ્રેમીઓનો સમય બગડે નહિ…

Leave a Reply