આમ ખેલ્યા ના કર…

સાવ આડેધડ વૃક્ષો કાપ્યા ના કર – ૧
કાર્બન – ગ્રીન હાઉસની વાતો ના કર,
વાતોના વડાથી જખમ ખણ્યા ના કર – ૨
વાદળો બનાવવા રોજ મથ્યા કરું છું,
તું ઓઝોનમાં ગાબડા પાડ્યા ના કર – ૩
સૂકી ભઠ ધરા તો છે મારી પ્રિયતમા,
મને પ્રિયતમાંથી દૂર રાખ્યા ના કર – ૪
સમયસર આવતો રહીશ, શરત એટલી,
પ્રકૃતિ સાથે આમ ખેલ્યા ના કર… – ૫

Leave a Reply