નગરચર્ચાએ નીકળવું પડે…!!!

સત્તાવાળાઓએ પર્યાવરણ મંત્રાલયની સાથે સાથે વૃક્ષ મંત્રાલય ઊભું કરવું જોઈએ. વૃક્ષોની જાળવણી માટે ફોજ ઊભી કરીને રોજગારીનું નવું માધ્યમ ઊભું કરવું જોઈએ. સરકારે જાગવાની જરૂર છે. તમારે ઘેર મત લેવા આવનારે એવું કહેવું પડશે કે હું જીતીશ તો પહેલા જ મહિને મારા વિસ્તારમાં કે અન્ય વિસ્તારમાં ૫૦૦૦ વૃક્ષો રોપીશ અને મારા પાંચ વર્ષના સમયગાળામાં તેની માવજત કરીને ઉછેરીશ…! આ બધું શક્ય છે પરંતુ તે અંગેના નિર્ણયો એ.સી. ઓફિસ કે એ.સી. હોલમાં ના લઈ શકાય તે માટે ૪૫ ડિગ્રી ગરમીમાં નગરચર્ચાએ નીકળવું પડે…!!!

Leave a Reply