ભઠ્ઠીની ગરમીમાં તપેલા કંચનની જેમ…

સફળતા ક્યારેય આકસ્મિક હોતી નથી. દરેક ચેમ્પિયન કે વિજેતાની પાછળ એક આખો ઈતિહાસ હોય છે. જેમાં અકલ્પનીય સંઘર્ષ અને અનિશ્ચિતતા સામેના પળેપળના યુદ્ધની ગાથાઓની ભરમાર હોય છે. ઘણી વખત અસાધારણ પ્રતિભા ધરાવતા ખેલાડીઓ યોગ્ય તૈયારી કે અભ્યાસના અભાવમાં પોતાની જ પ્રતિભાને ન્યાય આપવામાં તેને દુનિયાની સમક્ષ પ્રગટ કરવામાં સફળ રહેતા નથી. જોકે કેટલાક જીનીયસ કહી શકાય તેવા સુપરસ્ટાર્સ ક્યારેય પોતાની સફળતા માટે માત્ર પોતાની પ્રતિભા પર આધાર રાખતા નથી. તેઓ બસ મહેનત કરવાનું જાણે છે અને આ જ કારણે ભઠ્ઠીની ગરમીમાં તપેલા કંચનની જેમ અપ્રતિમ ચમક દેખાડીને દુનિયાને દંગ કરી દે છે.

Leave a Reply