એચ.પી. એટલે હરખ પદુડા કે હરખ પદુડી…!

એક ભાઈના લગ્ન થવાના હતા, લગ્નના આગલા દિવસે તેની થવા વાળી પત્નીનો મેસેજ આવ્યો… હવે આપણા લગ્ન નહીં થઈ શકે… મારા લગ્ન બીજે નક્કી થયા છે…!
પેલો ભાઈ તો ટેન્શનમાં આવી ગયો, ત્યાં બીજો મેસેજ આવ્યો… સોરી… સોરી… ભૂલથી આ મેસેજ તમને થઈ ગયો છે…!
આ જ રીતની હાલત જાહેર જનતાની છે, જેમ કે સરકારના વિવિધ વિભાગમાં કામગીરી પૂર્ણ કરવા સોગંદનામું કરવાનું હોય છે. સોગંદનામા કરવા માટે સ્ટેમ્પ પેપર લેવો ફરજીયાત છે. જુદા જુદા કામ માટે વિવિધ રકમના સ્ટેમ્પ પેપર વાપરવાના હોય છે. સોગંદનામા માટે જરૂરી સ્ટેમ્પ લેવા જવાનું થાય છે ત્યારે જો તમારે રૂ ૨૦/- (રૂપિયા વીસ પુરાનો) સ્ટેમ્પની જરૂર હશે તો તમને મળશે નહિ એટલે તમારે રૂ. ૫૦ કે ૧૦૦ નો સ્ટેમ્પ વાપરવો પડશે. જોવામાં એવું આવ્યું છે કે કાયમી ધોરણે રૂ. ૨૦ ના સ્ટેમ્પની અછત ઉભી કરવામાં આવી છે…! એટલે કે તમારે ફરજિયાત રૂ ૫૦ કે રૂ ૧૦૦ ના સ્ટેમ્પ સોગંદનામા માટે વાપરવા પડે. જે સરકાર રૂ ૨૦ ના સ્ટેમ્પ ન પુરા પાડી શક્તી હોય તો પછી જાહેર જનતાની હાલત પેલા ભાઈ જેવી જ થાય. છતાં કહેવાનું કે “મિતરો… રૂ ૨૦ નાં બદલે રૂ ૫૦ કે રૂ. ૧૦૦ સ્ટેમ્પ વાપરો…” આ હકીકત ખોટી હોય તો એક વખત અનુભવ કરી લેવો. આગામી વડાપ્રધાન મોદી જ હશે એમ મેસેજ ફેસબુક ઉપર કરીને … કરીને એચ.પી. થયા કરજો. એચ.પી. એટલે હરખ પદુડા કે હરખ પદુડી…!

Leave a Reply