કોંગ્રેસે કશું જ કર્યું નથી…!

દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રની સ્થિતિ કથળેલી હોવાનો ખુલાસો કેગના રિપોર્ટમાં થયો છે. સંસદમાં રજુ કરેલા આ કેગ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે દેશની સરકારી હોસ્પિટલોમાં દવાઓ તારીખ વીતી (ભાઈઓ-બહેનો) ગઈ હોય તેવી વપરાઈ રહી છે. આ ઉપરાંત તેની ગુણવત્તા પણ નબળી છે. જયારે મોટા ભાગના રાજ્યોની સરકારી હોસ્પિટલોમાં ડૉકટરો સહિતના સ્ટાફની મોટા પાયે (કોંગ્રેસે કશું જ કર્યું નથી) અછત જોવા મળી રહી છે…! ભાઈઓ – બહેનો…! દેશના ૧૪ રાજ્યો એવા છે કે જ્યાં સરકારી દવાખાનામાં જે દવાઓ આપવામાં આવે છે તેની ગુણવત્તા ચકાસવામાં આવતી નથી…(હવે જી.એસ.ટી. પછી ચકાસવામાં આવશે) સાથે તેની તારીખ પણ નથી જોવાતી. જેને પગલે દર્દીઓને દવાથી જ ખતરો વધી જાય છે…! અન્ય એક ચોકાવનારો ખુલાસો એ થયો છે કે સરકાર દ્વારા જે ફંડ ફાળવવામાં આવે છે તેને આટલી અછત છતાં વાપરવામાં આવતા નથી…! અને આવું વાપર્યા વગર પડી રહેલ ફંડ ૩૦ ટકા વધ્યું છે…! આ આંકડા ૨૦૧૧ થી ૨૦૧૬ સુધીના છે. ૨૪ રાજ્યોમાં પસંદ કરાયેલા ૨૩૬ સીએચસી સેન્ટર પર ૨૩૬૦ નર્સની સામે માત્ર ૧૩૦૩ નર્સ (અબ કી બાર મોદી સરકાર) છે. ત્રિપુરા અને ઓરિસ્સામાં કેટલાક એવા સીએચસી સેન્ટરો છે જે ડૉકટર વગર જ ચાલે છે… ભાઈઓ… બહેનો…
ગ્રામીણ વિસ્તારોની સ્થિતિ અતિ દયનીય છે. કેગ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સેવા અતિ ખરાબ હોવાથી દર્દીઓને લાંબા ગાળાનું ટ્રાવેલિંગ કરવું પડે છે…! (એકલા મોદીજી કેટલું કરે…? મનની વાત કરી શકે…!) જેને પગલે તેની બિમારીમાં વધારો થાય છે. ઈમરજન્સી સેવા મોટા ભાગે જિલ્લામાં જ હોય છે અને હૃદયરોગ જેવા કિસ્સામાં દર્દી સમયસર ન પહોંચતા મોતને ભેટે છે. હાલ આશરે ૨૭ રાજ્યોમાં પાંચ પ્રકારના સ્પેશ્યાલિસ્ટની મોટા પાયે અછત છે. જેમાં જનરલ સર્જન, જનરલ ફિઝિશયન, ગાયનોકોલોજિસ્ટ અને બાળરોગોના ડૉકટર વગરેની ૭૭ થી ૮૭ ટકા અછત છે…!
હવે આ પ્રગતિની જાહેરાત કરો ભાઈઓ…બહેનો…!
શું આ “મારા મનની વાત” માં પ્રજાનું હિત છે ? જો હોય તો કેટલા દેશભક્તો…!

Leave a Reply