ઘણા હરખ પદુડા અને હરખ પદુડી જી.એસ.ટી.ના સમર્થનમાં છે…!

એક ભાઈ મરી ગયા…
અને સીધા જ સ્વર્ગમાં ગયા…!
તે ભાઈને નવાઈ લાગી કે મે આખી જિંદગી માત્રને માત્ર ખોટા કામ કર્યા, દારૂ પીને સૂઈ રહ્યો અને મને સ્વર્ગમાં કેમ જગ્યા મળી ???
તે ભાઈએ ૨-૩ દિવસ પછી ભગવાનને પૂછી લીધું કે, “હે પ્રભુ, મેં આખી જિંદગી કઈ સારું કામ કર્યું નથી તો પણ મને સ્વર્ગ અને બીજા અનેક સારા માણસોને નર્ક આવું કેમ ?
ભગવાને સહેજ હસીને કહ્યું – “એમાં એવું છે કે તું ઘણી વખત પીધા પછી બીજાઓને જમાડતો અને ભૂખ્યો સૂઈ જતો હતો… આ બધું બીજાઓને જમાડવું અન્નદાન અને ભૂખ્યા રહેવું ઉપવાસમાં ગણાય ગયું…! એટલે તને સ્વર્ગ મળ્યું…!
ભર… તું ગ્લાસ ભર…!
ઘણા હરખ પદુડા અને હરખ પદુડી પણ નશામાં જ છે… કારણ કે કોઈ વાતને સમજ્યા વિના સરકારની દરેક વાતનું સમર્થન કરે છે. ઘણા રાજકારણીઓ સાથે ફોટા પડાવનાર એવો ફાંકો કરતા હોય છે કે જમીનના લોચા હોય તો કહેજો… મારે ગાંધીનગરમાં ઘણી મોટી ઓળખાણ છે…! (ચમચાગીરીની ઓળખાણ એમ વાંચવું) હાલમાં જી.એસ.ટી.ના વિરોધમાં બજારો બંધ છે… એટલે કે ધંધા – રોજગાર બંધ છે. જે લોકોએ ધંધો રોજગાર બંધ રાખ્યા છે, તેમના ધંધા રોજગારનું સ્થળ ભાડા ઉપર હશે. વિશેષમાં રહેણાંક મકાન પણ ભાડા ઉપર હશે. એ તો ઠીક પણ ધંધો રોજગાર મેળવવા માટે લોન પણ લીધી હશે. સંતાનોને ભણાવવા માટે શાળા કોલેજોની ફી પણ ભરવી પડતી હશે… જો બજારો બંધ રહેશે તો ભાડાના અને લોનના હપ્તા ચઢી જશે. એટલે કે જી.એસ.ટી.નો વિરોધ લાંબો ચાલશે નહીં. સીધા સ્વર્ગમાં જ ગયા તે ભાઈની જેમ નશામાં ના રહો. કારણ કે, ઘણા હરખ પદુડા અને હરખ પદુડી જી.એસ.ટી.ના સમર્થનમાં છે…!

Leave a Reply