રોટલી કેમ બળી ગઈ ?

રોટલી કેમ બળી ગઈ ?
ઘોડી કેમ પડી ગઈ ?
વિદ્યા કેમ સડી ગઈ ?
તે ત્રણેય પ્રશ્નોનો એક જ જવાબ છે…!
ના ફેરવવાથી…!
રોટલી ચોળવવા માટે એને એકની એક પોઝિશનમાં ન રખાય, ફેરવ્યા કરવી પડે…!
ધોડીને (કે કારને) સતત સ્થિર ના રખાય…
ને જ્ઞાનને પણ અપડેટ ને અપગ્રેડ કર્યા કરવું પડે…!
એટલે કે… પ્રગતિ માટે…
નિરુદેશ ભટકવાનું છોડી દો. પ્રત્યેક કદમનું એક મૂલ્ય હોય છે. પ્રગતિ માટે સંકલ્પબદ્ધ બનો.
બુલંદ આત્મવિશ્વાસ, નવું શોધવાની કે પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવો.
ડગમગતા પગ પર ભરોસો રાખવાને બદલે સ્થિર અને મક્કમ ચાલનો સહારો લો.
વિઘ્નોની ચિંતા ના કરો. વિઘ્નોમાં તમને હરાવવાની તાકાત છે જ નહીં.
શુદ્ધ ભાવના, ઘોર પરિશ્રમ અને ગંતવ્ય તરફની દ્રઢ નજર કદાપિ એળે નહીં જાય.

Leave a Reply