હરખ પદુદાનો સંદેશ

ગુજરાત રાજ્યના મોટા ભાગના શહેરોની સડકો પર દૂધાળાં ઢોર ગમે ત્યાં બેસી ગયેલા અને ટ્રાફિક અવરોધતા દેખાય છે. એ જ રીતે ગાયો ઉકરડામાં મોં ઘાલીને ખોરાક શોધવા તડપતી હોય છે. આવું કેમ ? શું ગોપાલકો પોતાની ગાયોને ખવરાવતા નથી ? ગાયો ઠેર ઠેર રઝળતી કેમ દેખાય છે ? જેના દૂધના વેચાણથી તમારા ઘરનો ચૂલો સળગતો રહે છે એને ઘાસ ખવારાવવાની જવાબદારી તમારી (ગોપાલકો) પોતાની છે… વિશેષમાં નાગરિકોના જાનમાલનું રક્ષણ કરવાની જવાબદારી પોલીસની છે… જે માટે હદ નક્કી કરવામાં આવી છે. આ જ રીતની હદ માલ – મલીદા ખાઇને બેઠેલા… કહેવાતા ધર્મગુરૂઓની (માલ – મલીદા ન ખાતા હોય તેને લાગુ પડતું નથી…!) ગાયની સેવા માટેની હદ નક્કી કરવી જોઈએ. જે હદમાં ગાય ઉકરડામાં મોં ઘાલીને ખોરાક શોધતી જોવામાં આવે તેની ધર્મપ્રેમી જનતાએ તાત્કાલિક ખબર જે તે વિસ્તારના ધર્મગુરૂને કરવી જોઈએ… ખબર માટે સરકારની ૧૦૮ નં ની જેમ એક ૧૦૮ નં માં જાણ કર્યા બાદ જે તે વિસ્તારની ૧૦૮ મોકલવાની વ્યવસ્થા થાય છે તેમ જે તે વિસ્તારના ધર્મગુરૂને કરવી જોઈએ… અકસ્માત થયો હોવાનું જણાતા નાગરિક ૧૦૮ ને જાણ કરે છે…! આજ રીતે જે વિસ્તારમાં ગાય ઉકરડામાં મોં ઘાલીને ખોરાક શોધતી દેખાય કે તરત જ ધર્મપ્રેમી જનતાએ ફોન કરવાનો કે ફલાણા વિસ્તારમાં ગાય ઉકરડામાં મોં ઘાલીને ખોરાક શોધવા તડપે છે. જેથી તે ગાયના ઘાસચારા માટેની વ્યવસ્થા કરી શકે, માત્ર ગાય જ નહિ અન્ય પશુઓ-પક્ષીઓના જમવાની અને આરોગ્યની વ્યવસ્થા પણ કરવી જોઈએ… બાકી દાનપેટીમાં એકત્ર થતા દાનનું શું કરવાનું…?
લી. હરખ પદુડો

Leave a Reply