“હું તો જી.એસ.ટી. ના સમર્થનમાં છું…!”

સ્કૂલ ચાલુ હતી બપોરના બાર વાગ્યા હતા થોડી વાર પછી અચનાક એક ક્લાસના બધા છોકરા ધડા-ધડ ક્લાસમાંથી ભાગવા માંડ્યા.
પ્રિન્સિપાલે બધાને પકડીને કેબિનમાં બોલાવ્યા.
છોકરાઓ કહે : સર, અમારો વાંક નથી… ગણિતના સરે કહ્યું : બારને પાંચે ભાગો, એટલે અમે ભાગ્યા…!
વિદ્યાર્થીઓની જેમ જ સરકાર આપણને ઉલ્લુ બનાવે છે…! જેમ કે શિક્ષણ આપવાની જવાબદારી સરકારની છે, છતાં… અસંખ્ય ખાનગી શાળા ચાલે છે, અને દર વર્ષે અનેક ખાનગી શાળાને મંજુરી આપવામાં આવે છે. (અહીં કોલેજની ગણતરી કરવી નથી) જો આપણે લગ્ન પ્રસંગમાં જમવાનું બનાવવું હોય તો નિષ્ણાંત રસોઈયાને જ ઓર્ડર આપીએ છીએ. જમવાનું કેટલું જરૂરી છે… આપણા માટે. જયારે આપણા બાળકોને જે શિક્ષક ભણાવે છે તે બી.એડ.ની ડીગ્રી વેચાતી લીધી હોય તે ભણાવે છે. (જો તમારે બી.એડ.ની ડીગ્રી વેચાતી લેવી હોય તો મને મળો) હવે વિચારો આપણા બાળક આવનારા દિવસોમાં કેવા શિક્ષિત હશે. છતાં ફેસબુક પર મેસેજ લખવાનો કે “હું તો જી.એસ.ટી. ના સમર્થનમાં છું…!”

Leave a Reply