સીતા…રામ…!

તમે જો મંદિરમાં જાવ અને તમને યાદ આવે કે કે તમે કોઈકને કટૂ વચનો કહ્યા છે, કોઈકનું હૃદય તૂટી જાય એવું વર્તન કર્યું છે, કે કોઈને દુઃખ પહોંચે એ રીતે જીવ્યા છો તો જઈને સૌથી પહેલા એની ક્ષમા માગી લેજો, અને પછી જ પ્રાર્થના કરજો. જો આ રીતે હળવા ફૂલ થઈને પ્રાર્થના કરશો તો તમારી પ્રાર્થનાને પાંખો ફૂટશે અને છેક ઊંચે (પરમ) સુધી પહોંચી જશે. જયાં સ્વંય પરમાત્મા વિરાજિત છે. જ્યાં સુધી આપણે પોતે જ પરમાત્માનું સજીવ શિલ્પ, એક જીવંત ચિત્ર ન બની શકીએ ત્યાં સુધી આપણી જિંદગી, આપણી પૂજા, આપણી પ્રાર્થના અને આપણી સાધના અધૂરી છે.

Leave a Reply