સ્ટાલીનનું જબરદસ્ત *સત્યાન્વેષણ !*

U.S.S.R. (હાલના રશીયા) ના રાષ્ટ્રપ્રમુખ અને ત્યાના સામ્યવાદી પક્ષના મહાસચીવ કોમરેડ જોસેફ સ્ટાલીન
એકવાર ત્યાંની સંસદમાં એક મરઘો લઈને આવી પહોંચ્યા અને સૌની વચ્ચે ઉભા રહીને એ મરઘાનાં *પીંછાં ખેંચવા લાગ્યા.* મરઘો દર્દભરી ચીસો પાડતો રહ્યો. સૌ દંગ બનીને જોઈ રહ્યા હતા.
એક એક કરીને એમણે એ મરઘાનાં તમામે *તમામ પીંછાં ખેંચી કાઢ્યાં.* એ પછી એમણે એને નીચે ફેંકી દીધો અને ખીસ્સામાંથી દાણા કાઢીને એના તરફ ફેંક્યા અને ચાલવા માંડ્યા. બધાંના આશ્ચર્ય વચ્ચે એ મરઘો તો દાણા મોંઢામાં ભરતો ભરતો *સ્ટાલીનની પાછળ પાછળ જ જવા લાગ્યો !*
સ્ટાલીન ચાલતાં ચાલતાં દાણા ફેંકતા જાય અને મરઘો દાણા મોંઢામાં ભરતો ભરતો એમની પાછળ પાછળ દોડતો જાય !
છેલ્લે એ મરઘો સ્ટાલીનના પગોમાં આવીને ઉભો રહી ગયો.
હવે સ્ટાલીને સંસદના અધ્યક્ષ સામે જોયું અને એક અમર ઐતીહાસીક વાક્ય ઉચ્ચાર્યું.
*”માનનીય અધ્યક્ષશ્રી, લોકશાહી દેશોની પ્રજાઓ આ મરઘા જેવી હોય છે !*
એના શાસકો એનું સઘળું લુંટી લઈને એને પાંગળી બનાવી દે છે અને એ પછી એને *થોડા દાણા નાખીને* એના *તારણહાર* બની જાય છે !”
જીતને લક્ષ્ય બનાવો, પણ એના સાધનો તરીકે સત્ય અને ધૈર્યને ઉવેખશો નહીં…!
અસત્યને જીતતું જોઈ નાસીપાસ ન થશો… સમય માણસના સર્વ કર્મોનો સાક્ષી છે…!

Leave a Reply