નેપાલનું રાષ્ટ્રીય પશુ ગાય છે, પણ દિવાળીમાં કૂતરા પૂજાય છે…!

રખડતા કૂતરાના ત્રાસને લીધે અનેક ગામો અને શહેરો ઉતરાંચલને બદલે કૂતરાંચલમાં ફેરવાઈ ગયા છે. કૂતરા કરડવાના રોજ હજારો બનાવ બને છે. ક્યારેક તો માસુમ બાળકને કૂતરાએ ફાડી ખાધાની ઘટનાઓ પણ બને છે. દક્ષિણના રાજ્યમાં એટલે જ કૂતરા મારી નાખવાને મામલે જીવદયા પ્રેમીઓએ હોબાળો પણ મચાવ્યો હતો. ક્યારેક તો એવું બને છે કે રખડતા કૂતરાના ત્રાસમાંથી છૂટવા સ્થાનિક લોકો ખાવાના સાથે ઝેર ભેળવી મારી નાખતા હોય છે. કૂતરાની કૂદકે ને ભૂસકે વધતી આબાદી કાબૂમાં લેવા માટે નસબંધી અજમાવાય છે. છતાં આ નુસખો કઈ કારગત નથી નીવડ્યો. એટલે કૂતરાને ગેરકાયદે મોતને ઘાટ ઉતારવામાં આવે છે. પરંતુ હિંદુ રાષ્ટ્ર રહી ચૂકેલા પાડોશી નેપાલમાં કૂતરાની પૂજા થાય છે. દર દિવાળીએ કુકર તિહાર એટલે કે કૂતરાનો તહેવાર ઊજવાય છે. શ્વાનને નવડાવી ધોવડાવી તૈયાર કરવામાં આવે છે અને પછી તેની પૂજા પણ થાય છે. પછી કૂતરાને ભાવતા ભોજન નૈવેદ તરીકે ધરવામાં આવે છે. કેવી નવાઈ કહેવાય ? નેપાલનું રાષ્ટ્રીય પશુ ગાય છે, પણ દિવાળીમાં કૂતરા પૂજાય છે…!

Leave a Reply