ટોળાનો સહયોગ એ વિજયની આશાસ્પદ ખાતરી નથી.

માણસે જીત માટે આત્મ-મૂલ્યાંકન કરવું જોઈએ. ટોળાનો સહયોગ એ વિજયની આશાસ્પદ ખાતરી નથી. સેનાપતિ મજબૂત અને ચારિત્ર્યશીલ હશે તો જ સેના વિજેતા બનશે.”તૂટેલા જહાજ અને અયોગ્ય સુકાનીથી ક્યારેય સમુદ્ર પાર કરી શકતો નથી. કોઇપણ પ્રકારનું કામ કરવું હોય તો એ પ્રકારના ગુણો આપણામાં હોવા જોઈએ. જ્યાં સુધી આપણે નહીં સુધારીએ ત્યાં સુધી બીજાને શું સુધારી શકવાના હતા ? મીઠું જ મોળું હોય તો શું સ્વાદ હોવાનો ?
ક્રાંતિ અને પરિવર્તન માટે “ક્રાન્તિ ઈચ્છતી જગતભરની પ્રજાએ ખ્યાલ રાખવો કે જ્યાં સુધી કોઈ ચોક્કસ પ્રકારની રાજ્યવ્યવસ્થા શોધીશું નહીં ત્યાં સુધી ભલે શાંત ક્રાન્તિ કરીએ, ભલે સત્તાખોરોને ભગાડીએ, પણ ક્રાન્તિ પછી સત્તાનું સુકાન કોણ સંભાળશે તે વિશે વિચારીશું નહીં તો એક શેઠને કાઢીને બીજા તેવા જ શેઠને બેસાડીશું…!”

Leave a Reply