દરેકની સાથે સંપ અને સહકારથી રહેવું જોઈએ.

બહુજન મળી જે કરે, તે એકે નવ થાય…
સાવરણી ઘર સજ્જ કરે, સળી એકે શું થાય…?
જીવનમાં કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો અનેક માણસો સાથે મળીને કાર્ય કરે તો તરત જ સફળતા મળે છે. જેમ ઘર સાફ કરવું હોય તો સાવરણીથી સાફ કરી શકાય છે, પરંતુ એક જ સળી હોય તો તેનાથી સફાઈ કરી શકાતી નથી…! તેથી દરેકની સાથે સંપ અને સહકારથી રહેવું જોઈએ, એટલે કે જે સંપીને રહે તેને સફળતા મળે…!

Leave a Reply