બાળકના હૃદય જેવું હૃદય અને મન જો આપણી પાસે ના હોય તો…!

ઈશ્વરનું આ પવિત્ર વચન એ જ નાતાલનું હાર્દ છે ! આ ભ્રષ્ટ, પાપી, જૂઠા, દંભી અને મોહમાયાથી ભરેલા જગતમાં એક બાળક જેવું નિરભ્ર વાદળાં વિનાનું… ખુલ્લું… સ્વચ્છ… ભૂરા આકાશ જેવું હૃદય કોની પાસે હોય…?
બાળકના હૃદય જેવું હૃદય અને મન જો આપણી પાસે ના હોય તો આપણે ઈશ્વરના સંગતિ – સોબતી થઈ શકતા નથી. હાથમાં કરતાલ લઈ… શીશ નમાવી… પરમાત્માની વંદના ગાઈ શકીએ ખરા…! પરંતુ ઈશ્વર આપણી ભિતરમાં વસતાં નથી. સિર્ફ જીભના ટેરવે જ ઈશ્વરે વાસો કર્યો છે ક્ષણ પૂરતો…! જો આપણી અને ઈશ્વરની વચ્ચે દંભ અને જૂઠાણા અડચણરૂપે આવતાં હોય તો આપણે કેવી રીતે ઈશ્વરની નિકટતમ હાજરીમાં રહી શકીએ…!

Leave a Reply