ભાઈશ્રી તમે “નલિયા કાંડ” વિષે પણ બોલો…!

મહર્ષિ કુલપતિ, વિશ્વશ્રુતિના આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા. બ્રહ્મ-મૂહર્ત એટલે કે વહેલી સવારમાં ગુરુ અને શિષ્યો ઉઠી જાય. સ્નાન વગેરે દૈનિક ક્રિયાઓ પૂર્ણ કરી, વેદના મંત્રોનું ગાન થાય. વૃક્ષો ઉપરના પક્ષીઓ એક તાલ-બધ્ધ, કર્ણપ્રિય સંગીત પોતાના કલરવથી ઉત્પન્ન કરે ! ગુરુ અને શિષ્યો યજ્ઞમાં હૂતદ્રવ્ય એટલે કે ઘી, જવ, તલ વગેરેની આહુતિ આપે – જેથી આશ્રમનું સમગ્ર વાતાવરણ શુદ્ધ અને પવિત્ર અને નિર્મલ તેજોમય બને ! ગુરુ શિષ્યોને વેદમંત્રોનું જ્ઞાન, ધર્મ, સત્ય, અહિંસા, ન્યાય, સંયમ, સહનશીલતા, નમ્રતા અને પરોપકાર જેવા સદ્દગુણોના પાઠ ભણાવે અને તે રીતે જીવન-શિક્ષણ પણ આપે…!
એક વખતે ત્રણ શિષ્યોનો અભ્યાસ પૂરો થયેલ હોવાથી, ઘેર જવા માટે રજા માગવા ગયા, દંડવત પ્રણામ કરી, ત્રણેય શિષ્યોએ રજા માગી. ગુરુજીએ કહ્યું, “બે દિવસ રોકાઈ જાઓ.”
બીજા દિવસે ગુરુએ આશ્રમના દરવાજા પાસે થોડા કાંટા વેર્યા અને પછી ત્રણેય શિષ્યોને થોડે દૂર આશ્રમની બહાર રહેલાં તુલસીના પાન લઈ આવવાની આજ્ઞા કરી અને પછી શિષ્યો શું કરે છે, તે જોવા ઊભા રહ્યા.
પહેલો શિષ્ય કાંટાને જોઈ, કાંટા ઉપરથી કૂદીને બહાર ગયો.
બીજો શિષ્ય કાંટાથી દૂર ચાલીને ગયો.
અનુભવી ગુર શિષ્યોનું વર્તન જોઈ રહ્યા હતા.
હવે
ત્રીજા શિષ્યે દરવાજા પાસે કાંટા જોયા…
તરત જ ત્રીજા શિષ્યે બધા કાંટા એકઠા કરી, દૂર કોઈને ઇજા ન પહોંચે તે રીતે એક ટોપલામાં યોગ્ય સ્થળે નાખીને પછી તુલસીનાં પાન લઈ ગુરુ પાસે આવ્યો…!
ગુરુ વિશ્વશ્રુતિએ પહેલા બે શિષ્યોને ઘેર જવાની રજા આપી અને ત્રીજા શિષ્યને રજા આપતાં કહ્યું : “વત્સ…! તે એકલાએ જ મારું શિક્ષણ પચાવ્યું છે. પહેલા બે શિષ્યોએ મારો ઉપદેશ અને જ્ઞાન ગ્રહણ જરૂર કર્યું છે પરંતુ તે જ્ઞાનને “આચરણ”માં મૂક્યું નથી. આપણને અથવા બીજાને જે દુઃખ થવાનું હોય, તેમાંથી મુક્ત કરવાનો ઉપાય શોધવો એ જ શિક્ષણની સાર્થકતા છે. આચરણ વગરનું જ્ઞાન અધૂરું અને નકામું છે – આમ કહી ત્રીજા શિષ્યને રજા આપી.
જયારે આજે તો જીવન શિક્ષણના પાઠ શીખ્યા વિના જ તમામ પક્ષના રાજનેતાઓ (ભાજપ, કોંગ્રેસ અને અન્ય) જનતાની સેવા કરવા આવે છે…! તે વિચારીને જ કંપી જવાય છે…!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે હું ગરીબ અને ગુજરાતી હોવાથી કોંગ્રેસના નેતાઓ “મૌત કા સૌદગાર”, “ખૂન કી દલાલી” અને બિમાર કહી ગાંડી ગાળ આપે છે…! હવે તમે ક્યાં ગરીબ છો…! એ તો સમજાવો…? એક ચા વાળો ભારે પડ્યો હોવાથી કોંગ્રેસ મને “નીચ” કહે છે… એમ પણ વડાપ્રધાન મોદી જાહેર સભામાં કહે છે…! ભાઈશ્રી તમે “નલિયા કાંડ” વિષે પણ બોલો…! તે કામ નીચ નથી…? તેની સીડી ઉતારી હોય તો જાહેરજનતાને બતાવો… જો કઈ સુધારો કરવો હશે તો તમને માર્ગદર્શન આપશે…!

Leave a Reply