મરતી સમયે વાસના ન રહી જાય તેનું ધ્યાન રાખવું…!

વાસનાથી ભવાંતરની યાત્રા વિકટ બની જાય છે માટે મરતી સમયે વાસના ન રહી જાય તેનું ધ્યાન રાખવું…! આ વાતને લક્ષમાં રાખીને મરનારને ઘરે બીજા દિવસથી જ ધર્મ પુસ્તકોનું વાંચન રાખવામાં આવે છે. ઘરમાં સ્વજનો ભેગા મળીને ભજન-કીર્તન કરે છે… જેથી જો મારનાર જીવ રોકાઈ ગયો તો સમજી જાય કે હવે તે અહીં રહી શકે તેમ નથી. આ ભવનો સબંધ પૂરો થયો છે. મરનારની પાછળ દાન-ધર્મ કરવામાં આવે છે. જેથી તેની રહી સહી વાસના હોય તો તે છૂટી જાય…!

Leave a Reply