“રસ્તો ભૂલેલાને પ્રેમ આપીને જ રસ્તા પર લાવવો જોઈએ”…

ઈશુ પોતાના શિષ્યો સાથે જઈ રહ્યા હતા. તેમણે રસ્તામાં જોયું કે એક ભરવાડ પોતાના એક ઘેટાને ખૂબ વહાલ કરી રહ્યો હતો. તેણે તેને વહાલથી ખોળામાં લીધું. પછી પંપાળીને તાજું ઘાસ ખાવા આપ્યું. ઈશુએ ભરવાડને આ સ્નેહાતિરેકનું કારણ પૂછ્યું તો તે બોલ્યો : “પ્રભુ, આ ઘેટું હંમેશાં રસ્તો ભૂલી જાય છે. આમ તો મારી પાસે બીજા ઘણાં ઘેટાં છે પણ એ બધાં સીધાં ઘેર આવે છે, આજે આને એટલા માટે વહાલ કર્યું કે જેથી તે ફરીથી રસ્તો ન ભૂલે.” ઈશુએ પ્રસન્ન થઈ પોતાના શિષ્યોને કહ્યું : “રસ્તો ભૂલેલાને પ્રેમ આપીને જ રસ્તા પર લાવવો જોઈએ”…

Leave a Reply