સ્વર્ગ ક્યાંય આસમાનમાં નથી પણ તારી અંદર છે.

એકવાર એક માણસ ઇસુખ્રિસ્તને મળવા ગયો. તેણે પ્રશ્ન કર્યો કે તેને સ્વર્ગ કેવી રીતે મળી શકે…? ઈશુએ ઉત્તર આપ્યો કે મિત્ર…! સ્વર્ગ ક્યાંય આસમાનમાં નથી પણ તારી અંદર છે. તેને બહાર શોધવાને બદલે તારા અંતઃકરણમાં ખોજ કર. જે વ્યક્તિ બધાને પ્રેમ કરે છે, બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી રહે છે તે સ્વર્ગમાં જ છે…! તેમણે પુનઃ કહ્યું કે “જે બીજાની સેવા કરવામાં જ જીવનની સાર્થકતા સમજે છે તે સદાય સ્વર્ગનો અધિકારી રહે છે.” એ સત્ય સમજીને તે માણસે સેવાને જ સાચો ધર્મ માની લીધો…!

Leave a Reply