હકીકતમાં પ્રજાની સેવા કરવાથી સંપત્તિ ઘટવી જોઈએ… આ સાચી સેવા છે…!

કહે છે કે, હવે તમારા વીઝીટીંગ કાર્ડ સાથે પણ “આધાર કાર્ડ” જોડાયેલું જોઈશે.
અર્થહીન ધર્માધતા… વિશિષ્ટ પ્રકારનું ગાંડપણ છે, અને જેઓ પોતાની જાતને તેમાં ચોટાડી રાખે છે. તેઓ બ્રહ્મલોકને બદલે ગાંડાઓની ઈસ્પિતાલમાં જાય તે જ વધુ શક્ય છે…!
“જેમની પાસે કોઈ મૌલિક વસ્તુ હોતી નથી તેઓ કેટલીકવાર એક શબ્દ પકડે છે અને તેની ઉત્પત્તિ પર ત્રણ ગ્રંથો લખી નાખે છે.”
“શબ્દો જોડવાની, સુંદર ભાષામાં બોલવાની અને શાસ્ત્રોના વ્યાખ્યાન કરવાની વિવિધ પદ્ધતિઓ કેવળ મનોરંજન અને વાગ્વિલાસ માટે છે.
“જ્યાં સુધી તમારું અંતર ધર્મને ગ્રહણ કરવા માટે તૈયાર ન હોય ત્યાં સુધી કોઈ પણ સ્થળે તમને ધર્મ સાંપડશે નહીં, ભલે તમે હિમાલય, આલ્પસ કે કોકેસસ નદી ખૂંદી વાળો, સાગરના તળિયા માપી કાઢો કે ગોબીના રણના ખૂણે-ખૂણે ફરી વળો…!
હકીકતમાં પ્રજાની સેવા કરવાથી સંપત્તિ ઘટવી જોઈએ… આ સાચી સેવા છે…! જયારે રાજનેતાઓની અને તેમના ચંપકોની સંપત્તિ પ્રજાની સેવા કર્યા પછી વધે છે…! આ વાત તમામ રાજકીય પક્ષોની છે…!

Leave a Reply