૩૩ કરોડ દેવો રસ્તે રઝળે છે…!

હિન્દુ શાસ્ત્રો-પુરાણો મુજબ ગાયમાં તેત્રીસ કરોડ દેવતા માત્ર ધર્મપ્રેમી જનતા માટે (આ હકીકતમાં અમુક ધર્મગુરૂઓનો સમાવેશ થતો નથી) વસે છે. જીવતી ગાય દૂધ ઉપરાંત ખેતીવાડી માટે બળદ આપે છે અને મર્યા પછી એનું ચામડું, માંસ તથા શીંગડાનો બીજી રીતે ઉપયોગ થાય છે. ખરું પૂછો તો લગભગ બધાં વન્ય જીવો આ રીતે મર્યા પછી પણ કામ લાગે છે. હાથીના દંતશૂળ, હરણ અને વાઘની ત્વચા (વ્યાધ્રચર્મ), વાઘના નખ… અરે, વિદેશોમાં તો ઝેરી સાપ અને નાગની કાચળીનો પણ પર્સ બનાવવામાં ઉપયોગ થાય છે… યાદી બનાવવા બેસીએ તો ઘણી લાંબી થઈ જાય. આપણે ગાય પૂરતી વાત મર્યાદિત રાખીએ. શહેરો અને નાનકડાં નગરોના ઔદ્યોગિકરણના પગલે વૃક્ષ વનસ્પતિ અને ગોચરો ઘટ્યાં છે. છેલ્લા થોડાં વરસોથી ચોમાસું પણ અનિયમિત બન્યું છે. પરિણામે બારે માસ લીલું ઘાસ મળતું નથી. આ સંજોગોમાં ગોપાલકો ગાયોને શું ખવરાવે ? ગામડા ભાંગી રહ્યા છે. શહેરો સ્થપાઈ રહ્યાં છે. ઘરો નાનકડા બની રહ્યાં છે. સંયુકત પરિવારો ખૂટી રહ્યાં છે. એટલે અગાઉની જેમ ગાયો માટે અલગ વાડો ઊભો કરવાની ક્ષમતા દરેક ગોપાલક પાસે હોતી નથી (જયારે અમુક ધર્મગુરૂઓ પાસે ક્ષમતા હોવા છતાં…?) પરિણામે ના છૂટકે ગાયોને રઝળતી મૂકવી પડે એવા અનેક પરિવારો છે. જો કે હજુ અસંખ્ય હિંદુ કુટુંબોમાં ગોગ્રાસ અલગ કાઢવાની પરંપરા છે. લોકો પ્રેમથી ગાયોને ખવરાવે છે. બીજી બાજુ રઝળતી ગાય કોઈ શાકભાજીવાળાની લારીમાં મોં નાખે તો એના મોં પર લાકડી પણ પડે છે. આ એક અનિવાર્ય ઘટના છે…!
પપ્પુ કાર ધોતો હતો… એક આન્ટીએ પૂછ્યું કાર ધુએ છે…?
પપ્પુ : ના પાણી પાઉં છું… કદાચ મોટી થઈ બસ થઈ જાય…!

Leave a Reply