સમાજમાં ગગનચુંબી ઇમારત ચણાઈ રહી છે, પણ કોના ભોગે ?

સમાજમાં ગગનચુંબી ઇમારત ચણાઈ રહી છે, પણ કોના ભોગે ? ચૂંટણીના સમયમાં એક ઘેટાના ગામમાં એક નેતા આવ્યા અને વાયદો કર્યો કે અમે દરેક ઘેટાને એક એક ધાબળો આપીશું… બધાં ઘેટા રાજી થઈ ગયા. ત્યાં એક ઘેટું કહે કે “બધી વાત બરોબર છે, પણ તમે ધાબળા માટે ઉન ક્યાંથી લાવશો?” (આ વાત કહેનાર ઘેટું દેશદ્રોહી થઈ ગયું…!) આજના સમયમાં પણ આ જ થઈ રહ્યું છે. આપણે ત્યાં નેતાઓ આવે છે, (એક નેતાએ પોતાની પ્રસિદ્ધિ માટે રૂ. ૩૩૨૨ (રૂપિયા ત્રણ હજાર ત્રણસો બાવીસ કરોડ) કરોડ જાહેરાત પાછળ ખર્ચ કર્યો છે…!) ભાષણો ઠોકે છે, કહે છે કે તમારા માટે આમ કરીશું, તેમ કરીશું, આ યોજના લાવીશું, તે યોજના લાવીશું, આટલો ખર્ચ કરીશું, પણ કોના પૈસે ? આપણા જ ઊનમાંથી આપણને ધાબળા આપવાની વાત કરે છે અને આપણે રાજી થઈને સાંભળીએ છીએ, તાળીઓ પાડીએ છીએ… કારણ કે જનતાને ક્યારનો કલોરોફોર્મ સૂંઘાડીને બેભાન એટલે કે સુન કરી દીધી છે…! વિશેષમાં તેમાં ઘણા ચંપકો તો ફેસબુક ઉપર…

Leave a Reply