માનવની પેન ચાલી… એણે નોધ્યું કે ધ્યેય વિનાનું જીવન “નિશાન” વગરના તીર જેવું છે.

નીચે ઘણા યુવાનો ધનુર્વિધા શીખી રહ્યા હતા. બધાના હાથમાં બાણ અને ભાથામાં તીર હતા. બાણ વડે બધા તીર છોડી રહ્યા હતા. પણ આશ્ચર્ય ! કોઈની સામે “ધ્યેય”નું બોર્ડ જ નહોતું. બધા જ હવામાં તીર ચલાવી રહ્યા હતા…
મેદાનમાં બીજી તરફ લોકો ફુટબોલ રમી રહ્યા હતા. બોલની પાછળ બંને ટીમના ખેલાડીઓ ભાગી રહ્યા હતા. – આમથી તેમ આવું ઘણી વાર ચાલ્યું. જીવનને સમજવા મથતા માનવને થોડો કંટાળો પણ આવ્યો કે રમત કેમ આગળ વધતી નથી…
બાજુના મેદાનમાં યુવક-યુવતીઓ સાઈકલ ચલાવવાની કોશિશ કરી રહ્યા હતા. માનવે જોયું કે કોઇપણ સાઈકલને પેંડલ જ નહોતા…
નજીકના એક મોટા ટાવર પર ઘડિયાળ હતી. જેમાં અહીના બધા જ લોકો સમય જોતા હતા. માનવે જોયું તો તેમાં ઘડિયાળના કાંટા ન હતા…
માનવની પેન ચાલી… એણે નોધ્યું કે ધ્યેય વિનાનું જીવન “નિશાન” વગરના તીર જેવું છે.
ધ્યેય વિનાનું જીવન “ગોલ પોસ્ટ” વગરના ફૂટબોલ રમત જેવું છે…
ધ્યેય વિનાનું જીવન એટલે પેંડલ વગરની સાઈકલ…
ધ્યેય વિનાનું જીવન એટલે કાંટા વગરની ઘડિયાળ…
સારાંશ એ જ કે “જીવનમાં મોટા ભાગના લોકોને એ જ ખ્યાલ નથી હોતો કે તેઓ જીવનમાં શું શોધી રહ્યા છે… જીવન પાસે તેમને શું જોઈએ છે…? કેવું જોઈએ છે ? આ શોધ એટલે કે તમારું “ધ્યેય”…!

Leave a Reply