પાકી દોરી અબોલ પક્ષીઓનું જીવન ટૂંપી નાખે છે.

ઉતરાયણ દરમ્યાન માણસ પોતાની સલામતી શોધી લે છે પણ ઉતરાણમાં અબોલ જીવોના રક્ષણ અંગે ક્યારેય વિચારતો નથી. કપાયેલી પાંખોવાળી સમડીને એનિમલ હેલ્થ સેન્ટર માં પડેલી જુઓ તો કમકમા આવી જાય છે. આકાશમાં ઊંચે ઉડતું આ પક્ષી દોરીથી નંદવાય છે અને ધડામ દઈને નીચે પડે છે તેની પાંખો સાંધવામાં આવે છે પણ પહેલાની જેમ તે ઉડી શકતી નથી. સમડીની જેમ કબૂતર, ચકલીઓ, પોપટ વગેરે તો પાંખો કપાયા પછી કૂતરાનો શિકાર બને છે.
પોતાની સલામતી માટે માણસ વાહનની આગળ મોટા યુ-આકારનો સળિયો લગાવે છે તેથી કોઈ દોરી તેનું ગળું ના કાપે. પતંગ ચગાવતી વખતે હાથ પરની આગળીઓ પર ટોટી ચડાવી દે છે. આંખોને રક્ષણ આપવા ચશ્મા ઠઠાડી દે છે, પણ તેમની પાકી દોરી અબોલ પક્ષીઓનું જીવન ટૂંપી નાખે છે.
ઉતરાયણમાં પક્ષીઓની પાંખો કપાય તે તરફ બહુ ધ્યાન ના જાય પણ દોરીથી કોઈ માણસનું ગળું કપાઈ જાય તે તરફડીને મોતને ભેટે છતાં માણસની સંવેદના ના જાગે તે કેવું ?

Leave a Reply