પૈસા જીવનનું સાધન છે, જીવનનું ધ્યેય નહિ…!

ધ્રુવના જન્મદિવસ તા.૨૨-૨-૨૦૧૮ના રોજ હોય નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં સારવાર લેતા ગરીબ દર્દીઓની સેવા માટે ગ્લુકોન-સી નું વિતરણ કરવામાં આવેલ…
જન્મદિવસની આ રીતે ઉજવણી કરવા બદલ તેમને અને તેમના માતા-પિતાએ આવા ઉત્તમ સંસ્કાર આપ્યા બદલ હરિ ૐ સંદેશ – સુરત તેમના પરિવારને સુખ-શાંતિ અને સમૃદ્ધિ મળે તે માટે પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના કરે છે…
પૈસાથી તમે મૂર્તિ ખરીદી શકો છો,
ભગવાન નહીં…
પૈસાથી તમે માણસ ખરીદી શકો છો,
વફાદારી નહીં…
પૈસાથી તમે ભોજન ખરીદી શકો છો,
ભૂખ નહીં…
પૈસાથી તમે પથારી ખરીદી શકો છો,
ઊંઘ નહીં…
પૈસાથી તમે પુસ્તકો ખરીદી શકો છો,
જ્ઞાન નહીં…
પૈસાથી તમે કલમ ખરીદી શકો છો,
વિચાર નહીં…
પૈસાથી તમે શસ્ત્ર ખરીદી શકો છો,
શાંતિ નહીં…
પૈસાથી તમે સુખ-સાધન ખરીદી શકો છો,
ઉત્સાહ નહીં…
પૈસાથી તમે પાવડર ખરીદી શકો છો,
સુંદરતા નહીં…
પૈસાથી તમે દવા ખરીદી શકો છો,
તંદુરસ્તી નહીં…
પૈસાથી તમે દુનિયાની વસ્તુ ખરીદી શકો છો,
પરિવાર (મા-બાપ, ભાઈ, બહેન) નહીં…

Leave a Reply