“બેટી બચાવો, બેટી પઢાવો પણ એને સરખું વાહન ચલાવતા તો શીખવાડો…!

કોઇપણ દેશની સંસ્કૃતિ એના મંદિરો, મહાલયો અને મ્યુઝિયમોથી ઓળખાતી નથી, એ તો જાહેર રસ્તા પરથી જ દેખાય છે. દુનિયાના તમામ વિકસિત દેશના રસ્તા પર ચાલતા વાહનોને જુઓ તો શિસ્તનો પર્યાય લાગે. આપણે ત્યાં દસ વાર કિક માર્યા પછી ચાલુ થતું બાઈક પણ એને ચલાવનારના મનમાં તો હાથીની અંબાડી જેવું હોય છે અને તેઓ પોતાને હિન્દુસ્તાનના શહેનશાહ માનતા હોય છે. જયારે દુર્ઘટના સર્જાય ત્યારે વિલાપના અશ્રુઓમાં સત્યકથાઓ ઢંકાઈ જતી હોય છે. ઓટોમોબાઇલ એન્જિનિયરીંગની દ્રષ્ટિએ બાઈક જાણે કે વધતા અકસ્માતોને કારણે ફ્લોપ શો તરફ ધકેલાઈ રહ્યું છે. આજકાલ યુવતીઓ પણ જે રીતે પોતાના દ્વિચક્રી વાહનો ચલાવે છે તે જોઇને કહેવું પડે કે “બેટી બચાવો, બેટી પઢાવો પણ એને સરખું વાહન ચલાવતા તો શીખવાડો…!

Leave a Reply