હરિ ૐ સંદેશ

જીવનની ઉન્નતિના મહામંત્રો
* પ્રત્યેક કાર્ય સાચી સમજણપૂર્વક કરો.
* આવક કરતાં ખર્ચ ઠીકઠીક ઓછો રાખજો, જેથી જીવન ચિંતામુક્ત અને કરજ વગરનું રહી શકશે.
* જીવનની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરશો તો સમયના અભાવનો પ્રશ્ન સ્વયં હલ થઈ જશે.
* સંપત્તિનું જતન કરો છો તેટલું જ જતન સંતતિને સંસ્કારિત બનાવવા માટે કરજો.
* ખાનદાન અને ઉમદા મનુષ્યોની જ સોબત કરો.
* સ્વચ્છતા અને વ્યવસ્થાનો જીવનના સર્વ ક્ષેત્રોમાં બરાબર ખ્યાલ રાખશો.
* તમારી વાણી ધીમી, સાચી, મીઠી, ખપપૂરતી અને આદર દેવાવાળી રાખજો.
* જીવનમાં પ્રભુ પર અતૂટ વિશ્વાસ રાખો, તેની સંપૂર્ણ શરણાગતિ કેળવો.
* ઉત્તમ અને અધિકૃત ગ્રંથોનું વારંવાર નિયમિત વાંચન કરો.
* શ્રદ્ધા, ધીરજ અને ખંતને કાર્યની સફળતા માટે પાયારૂપે સ્વીકાર કરો.
* ધ્યેયનિષ્ઠ અને અડગ નિશ્વયવાળા બનો.
* પ્રત્યેક પ્રાણીમાત્રમાં પરમાત્માના દર્શન કરો, જેથી વિશ્વમૈત્રી અને ચિત્તની શાંતિનો અનુભવ થવા લાગશે.

Leave a Reply