હરિ ૐ સંદેશ

* પોતાની જાત સાથે વાત કરવાની આદત કેળવો કે મારી જીવનયાત્રામાં ભગવાન સતત મારી સાથે છે.
* મનને ભય કે ડર ઉત્પાદન કરવાની ફેકટરી ન બનાવો, નહીં તો નકારાત્મક વિચારોના ઢગલાબંધ માલ એકઠો થશે.
* તમે નબળા છો એમ વિચારવું એ તમારા પોતાને હાથે તમારું અવમૂલ્યન છે.
* જિંદગીમાં બધું સાનુકૂળ જ રહેવાનું છે, એવી આગાહી કરીને ન જીવો.
* જિંદગીના પડકારોને ઝીલવાનું આત્મબળ કેળવો.
* ડરના નિમંત્રક ન બનશો પણ સંહારક બનો.
* હું અને ઈશ્વર ડરને ડરાવવા માટે પૂરતા છીએ એવો આત્મવિશ્વાસ કેળવો.

Leave a Reply