ભાજપના પ્રદેશ પ્રમુખના સસરાની સારવારનો ખર્ચ ગરીબ કલ્યાણ નિધિમાંથી થયો…!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કહેતા હોય છે કે કોંગ્રેસ કૌભાંડો અને ભ્રષ્ટાચાર કરે છે પરંતુ હું ખાતો નથી અને કોઈને ખાવા દેતો નથી પણ ગુજરાત ભાજપના નાના-મોટા નેતાઓ જયારે પણ તક મળે ત્યારે કશું પણ છોડતા નથી. જેનું તાજું ઉદાહરણ ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતાભાઇ વાઘાણી છે.
જીતુભાઈના સસરાને સિવિલ હોસ્પિટલ – અમદાવાદ વીવીઆઈપી વિભાગમાં દાખલ કરાયા હતા નિયમ એવો છે કે, અહીં દાખલ થનારા દર્દીઓને બિલમાંથી કોઈ જ રાહત મળતી નથી. ૧૦૦ ટકા બિલ ચૂકવી દેવાનું હોય છે. જયારે બીજી બાજુ સાવ ગરીબ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે ગરીબ કલ્યાણ નિધિ ચલાવાય છે તેના ફંડમાંથી ગરીબ દર્દીઓની સારવાર થાય છે. સિવિલના વીવીઆઈપી વિભાગમાં તમામ ધારાસભ્યો, સનદી અધિકારીઓને નિઃશુલ્ક સારવાર મળે છે. આ સિવાયનાં તમામ લોકો પાસેથી વીવીઆઈપી રૂમમાં સારવારનો ખર્ચ વસુલવામાં આવે છે. જયારે મફત સારવાર લેવી હોય તો જનરલ વોર્ડમાં દાખલ થવું પડે છે.
સ્પેશ્યલ રૂમમાં દર્દીઓને રાહત કે માફી આપી શકાતી નથી પણ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના સસરા અંબાલાલ ખાબડીયાને સિવિલ સ્પેશ્યલ રૂમમાં દાખલ કરાયા હતા. તેમની સારવારનું બિલ બાવન હજાર જેટલું આવ્યું હતું. જે બિલ સિવિલ દ્વારા સંપૂર્ણ માફ કરાયું હતું. રજા લેતી વખતે બાવન હજારના બિલની સામે ૧૭૫ રૂપિયા ચૂકવાયા હતા.
ભાજપના પ્રદેશ પ્રમુખના સસરાની સારવારનો ખર્ચ ગરીબ કલ્યાણ નિધિમાંથી થયો હોવાની બાબતે ખૂબ જ ચકચાર મચાવી છે. જયારે બીજી બાજુ બ્રિટનનો ટોમ યંગમેન શાળાઓને હરિયાળી બનાવવાનું અનોખું કામ કરી રહ્યો છે. તે બ્રિટનની શાળાઓને હરિયાળી બનાવવા માટે ૧૪ વર્ષની વયથી કાર્યરત છે. ગ્રીન વિઝન નામથી તેણે એક મિત્રોનું સંગઠન બનાવ્યું છે અને એના બેનર હેઠળ તે બ્રિટનની શાળાઓમાં વૃક્ષારોપણ કરી રહ્યો છે.
ટોમનું લક્ષ્યાંક છે કે તે ૨૫ વર્ષનો થાય ત્યાં સુધીમાં ઓછામાં ઓછા ૨.૫ લાખ વૃક્ષો અલગ અલગ શાળાઓમાં ઉછરી જવા જોઈએ. તેના આ લક્ષ્યાંકને પૂરો કરવા માટે તે દર વર્ષે વધુને વધુ વૃક્ષારોપણ કરે છે. આઠમાં ધોરણમાં સ્ટડી કરતો હતો ત્યારે પહેલી વખત એક શિક્ષકે વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું હતું. એ પછી ટોમને વૃક્ષારોપણનો વિચાર આવ્યો હતો. આ કામમાં તેની શાળા પણ તેને જરૂરી મદદ કરે છે. જયારે ભારતમાં તમારા મિત્રોને ફોન તો કરજો, તમારા નસીબ સારા હશે તો તમારો ફોન ઉપડશે…!

Leave a Reply