ભૂવો બનવા કોઈ શિક્ષણ કે લાયકાત નથી જોઈતી !!!

આઝાદીના સાત દાયકા પછીય દેશના અંતરિયાળ ગામો હજુ અવિકસિત છે. શિક્ષણ તો બહુ દૂરની વાત છે. અહીં માણસોના ડોકટરો પણ નથી તે તો ઠીક પણ પશુઓ માટે પણ ડોકટરો નથી. શિક્ષણના અભાવે ગામોમાં અંધશ્રદ્ધા ધૂણતી દેખાય છે. ડોકટરો ના હોવાથી લોકો ભૂવા પાસે જાય છે. ભૂવો બનવા કોઈ શિક્ષણ કે લાયકાત નથી જોઈતી !!! લોકોને ડરાવીને પૈસા પડાવી લેવાનો આ ધીકતો ધંધો છે. જો આ ભૂવાઓનો ધંધો બંધ કરાવવો હોય તો મંદિરો તરફ જતા દાનના પ્રવાહની દિશા બદલીને ગામડાના વિકાસ તરફ પ્રવાહ મોકલવો પડે.

Leave a Reply