માફ કરજો…હવે સહન નથી થતું…

જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. નારી તું નારાયણી, ભાદરવી પૂનમે લાખો ભક્તો અંબાજીમાં મા જગત જનની આદ્યશક્તિ મા જગદંબાના ચરણોમાં આળોટતા હોય છે. નવરાત્રિમાં નવે-નવ દિવસ – જય જય હો મા જગંદબાની ઘેર ઘેર આરતી ગવાય છે એવા આપણા સમાજમાં ભ્રુણ હત્યા, બળાત્કાર, બાળવિવાહ, દહેજ, આપઘાત વગેરે એકવીસમી સદીમાં અટકવાનું નામ નથી લેતા ત્યારે શરમથી માથું ઝૂકી જાય છે.
હજુ આજે પણ નવદંપતીને વડીલો આશિર્વાદ આપે છે ત્યારે અખંડ સૌભાગ્યવતી – પુત્રવતી ભવ બોલતા જ જાય છે. હજુ સુધી તો કોઈના મુખેથી “પુત્રીવતી ભાવ” – કહ્યાનું સાંભળ્યું નથી. બેટી પઢાઓ – બેટી વધાવો” ની જાહેરાતો સમાચારપત્રોમાં છપાય છે – જે વંચાય છે, રેડિયો ઉપર આ જાહેરાત આખો દિવસ સંભળાય છે. ટેલિવિઝનમાં વારંવાર જોવાય છે પણ દિકરી થશે તો દ્વારકા જઈશું એવી કોઈએ બાધા રાખી હોય તો બતાવો…! દિકરીનો જન્મ થાય એટલે બધાનાં ચહેરા મચકોડાઈ જાય છે… સાપનો ભારો… આવાને તો જીવતો સાપ ક્યાંકથી પકડી લાવી કરડાવવો જોઈએ… માફ કરજો…હવે સહન નથી થતું…

Leave a Reply