હરિ ૐ સંદેશ

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિચાર મંચ ચાલે છે. તાજેતરમાં વિચાર મંચનું આયોજન ઘાંચીની વાડી – સુરત ખાતે તા. ૧૪-૪-૧૮ના રોજ થયેલ. વિચાર મંચમાં તેઓની થયેલ કામગીરી અને કરવામાં આવનાર કામગીરીમાં ઢેબરા બનાવવા, મા-વાત્સલ્ય કાર્ડ બનાવવા, ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન કરવા… જેવી એટલે કે સેવાકિય પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો… જે સેવાકીય પ્રવૃત્તિઓ સાર્વજનિક ટ્રસ્ટો અને સાધુ સંતો કરતા હોય છે. ખરેખર તો નરેન્દ્ર મોદી વિચાર મંચ પર એકત્ર થતા લોકોએ લોકોની પ્રાથમિક જરૂરિયાત શિક્ષણ ઉપર ધ્યાન આપીને સરકારી શાળામાં લોકો ભણતા થાય એ માટે શિક્ષણનું સ્તર ઉચું લઈ આવવા માટે પ્રયાસ કરવો જોઈએ. શું નરેન્દ્ર મોદી વિચાર મંચમાં જોડાયેલ લોકોના તેમજ તેમના સગા-સબંધીના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે…? ખરેખર તો નરેન્દ્ર મોદી વિચાર મંચમાં જોડાયેલ લોકોએ પોતાના બાળકોને ફરજિયાત ભારત સરકાર સંચાલિત સરકારી શાળાઓમાં શિક્ષણ લેવું જોઈએ એવો નિયમ હોવો જોઈએ.

Leave a Reply