હરિ ૐ સંદેશ

સરકાર માત્ર બણગા ફુકવામાં પાવરધી :
છેલ્લા લાંબા સમયથી શહેરની ઘણી સંસ્થા અને સેવાભાવી લોકો સુરત નવી સિવિલમાં દાન કરે છે, જેમાં એક્સ-રે મશીન, સોનોગ્રાફી મશીન, વિવિધ સાધનો, પાણીની પરબ સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. પણ નવાઈની વાત એ છે કે બારે માસ શહેરમાં સંખ્યાબંધ લોકો તાવની ઝપેટમાં આવે છે. તાવ માટેની દવા સિવિલમાં નહીં હોવાથી સિવિલના અધિકારીઓ ઘણા વ્યક્તિઓને વિનંતી કરીને દાન મેળવીને દવા લાવ્યા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત અમુક વખત અમુક દવાઓ ગરીબ દર્દીઓને તકલીફ નહીં પડે તે માટે સેવાભાવી વ્યક્તિઓ કે સંસ્થા દાન આપવાનું શરૂ કર્યું છે. જે કામ સરકારે કરવાનું હોય છે તે કામ સેવાભાવી સંસ્થા કે લોકો કરી રહ્યા છે અને સરકાર તમાશો જોઈ રહી છે. જે સરકાર વાહન ચાલકોને કાયદાનું પાલન કરાવવા અને દંડની કાર્યવાહી કરવા સીસીટીવી કેમેરા મુકે છે તે સરકારને સરકારી હોસ્પિટલમાં પણ જાહેરજનતાને આરોગ્ય વિષયક સુવિધા મળે તે માટે સરકારી હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા મુકવા જોઈએ અને જવાબદાર અધિકારીઓ કે આરોગ્ય મંત્રી સામે કાયદાનું અને ફરજનું પાલન કરાવવા દંડની કાર્યવાહિ કરવી જોઈએ. સરકારી હોસ્પિટલ – સુરતની આવી બદતર હાલત છે છતાં ફેસબુક પેજ જોશો તો ઘણા મેસેજો એવા જોવા મળશે કે હાલમાં અત્યારે ભારત વિશ્વ સત્તા બનવાની તૈયારીમાં છે… અમેરિકાની ટોચની કંપનીઓમાં ભારતીયો છે… વિશ્વમાં સૌ પ્રથમ તમામ વૈજ્ઞાનિક શોધોના પાયામાં ભારતીયો જ છે…! વધુમાં હિંદુ ધર્મ જ મહાન છે…!
તા.૨૫-૪-૧૮

Leave a Reply