હરિ ૐ સંદેશ

બકો અને પકો નાનપણના દોસ્તાર… લગ્ન પછી ઘણા વખતે નિરાંતે મળ્યા.
બકો : યાર, પકા કેવું ચાલે છે તારું ? લગ્ન પછી ખુશ તો છે ને તું ?
પકો : અરે બકા ખુશીથી જિંદગી છલકાઈ રહી છે. પરસ્પર બહુ જ મોટી અન્ડરસ્ટેન્ડિંગ છે. અમારી વચ્ચે. સવારે અમે બેઉ સાથે મળીને નાસ્તો બનાવીએ. એ બરણીમાંથી ચેવડો કાઢે. હું બટાટાપૌઆ બનાવી કાઢું. પછી વાસણો પણ સાથે જ ધોઈ લઈએ. બેઉ વચ્ચે પ્યાર એટલો બધો છે કે કપડાં ધોતી વખતે પણ અમે સાથેને સાથે જ હોઈએ. જમવામાં ક્યારેક એ કોઈ ડીશની ફરમાઈશ કરે તો હું બનાવી આપું. બાકી તો હું મારી મરજીનો માલિક. મારે જે બનાવવું હોય તે બનાવવાની સંપૂર્ણ છૂટ. અરે મારી વાઈફને સ્વચ્છતા તો એટલી ગમે એટલી ગમે કે એને ખુશ રાખવા ઘરમાં ઝાડું પોતાની જવાબદારી મેં સામેથી ઉપાડી લીધી છે.
બકો : વેરી ગુડ…!
પકો : તું કહે, તારું કેમ ચાલે છે, દોસ્ત ?
બકો : ફજેતો તો મારે પણ તારા જેટલો જ થાય છે. પણ, મને તારી જેમ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવતાં નથી આવડતું…!

Leave a Reply