હરિ ૐ સંદેશ

ભગવાન બુદ્ધના ઉપદેશનો સાર છે, “જે નિત્ય અને સ્થાયી પ્રતિત થાય છે, તે પણ વિનાશી છે. જે મહાન પ્રતિત થાય છે, તે પણ વિનાશી છે. એનું પણ પતન થવાનું છે. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ પણ જોડાયેલો છે. જ્યાં જન્મ છે, ત્યાં મરણ પણ છે. “જેવો હું છું એવા જ એ છે, અને જેવા એ છે એવો જ હું છું. આ રીતે બધાને પોતાના જેવા સમજી કોઈની હિંસા ન કરવી, કોઈને હિંસા કરવા પ્રેરિત ન કરવા.” “આપણે જે કંઈ છીએ એ આપણા વિચારોનું જ પરિણામ છે.” જો કોઈ વ્યક્તિ ખરાબ વિચારો સાથે ખરાબ વાણી ઉચ્ચારી ખરાબ કર્મ કરે છે. તો એને દુઃખ જ મળે છે. જો કોઈ વ્યક્તિ સારા વિચારો સાથે સારી વાણી બોલી, સારા કર્મ કરે છે તો એના પડછાયાની જેમ સુખ એની સાથે જ રહે છે.

Leave a Reply