કારણ કે કલ્યાણરાજ હતું…!

કલ્યાણરાજ નામે એક રાજ્ય હતું. કલ્યાણ કોનું થતું’તું પ્રજાનું કે સરકારનું એ નક્કી થઈ શકતું નહોતું, કારણ કે પ્રજાના ક્ષેમકુશળની બધી જ ચિંતા અને જવાબદારી સરકારના માથે હતી. રાજ્યમાં રહેતા એક આદમીને દાંતની ખૂબ વેદના ઉપડી. એ તો પહોંચ્યો પોતાની દંતકથા લઈને સરકારી હોસ્પિટલે ! એણે જરૂરી એવાં બે-ત્રણ ફોર્મ ભર્યા. દાંતના ડોકટર પાસે જવાનો એનો વારો આવ્યો ત્યારે ડૉકટરે તપાસીને કહ્યું : “તમારો તો ભાઈ એક જ દાંત દુઃખે છે ને ? પણ સરકારી નિયમ એવો છે કે ઓછામાં ઓછા ચાર દાંત તો દુઃખવા જ જોઈએ. અને તો જ અમે એનો ઈલાજ કરી શકીએ.” આમ આદમી તો બિચારો નિરાશ થઈને પાછો આવ્યો. એણે વિચાર્યું કે આમેય ક્યારેક થોડાંક દાંત તો હેરાન કરતા જ હોય છે, એટલે એણે સહેજ હલતા દાંતને વધુ હલાવ્યા અને એકાદ અઠવાડિયા પછી ચારેક દાંત (સરકારી કોટા પ્રમાણે!) પડાવવાની તૈયારી સાથે એ હોસ્પિટલે પહોંચી ગયો. ડૉકટરે ચારેય દાંત તપાસીને કહ્યું : “ચારે દાંત પાડી શકાય એમ તો છે જ પણ સરકારી નિયમ તો એવો છે કે દુઃખતા ચારેય દાંત એક જ લાઈનમાં હોવા જોઈએ, તમારે તો બે નીચેના ભાગે છે અને બે ઉપલી દાઢમાં છે, સોરી, પેલો આમ આદમી બીજી વાર એવી વ્યવસ્થા કરીને ગયો. એનો દુઃખતો દાંત પાડી શકાયો. એનો એક દાંત પાડવા માટે એને બીજા દસ-બાર દાંતની કુરબાની આપવી પડી. કારણ કે કલ્યાણરાજ હતું…! એટલે કે ફેસબુકમાં કોઇપણ રાજનેતાની યોજનાઓ કલ્યાણરાજ જેવી જ હોય છે…! છતાં લોકો થાકતા નથી…! મેસેજ શેર કરવામાં…!

Leave a Reply