કોના બાપની દિવાળી …!

મોદી સરકારે ચાર વર્ષમાં જાહેરાત પાછળ અધધધ રૂપિયા ૪૩૪૩ કરોડ ખર્ચી નાખ્યા…!
મે ૨૦૧૪માં સત્તા પર આવ્યા પછી મોદી સરકારે અત્યાર સુધીમાં જાહેરાત પાછળ ૪૩૪૩ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે, તેમ માહિતી અને પ્રસારણ મંત્રાલયની એક એજન્સીએ આરટીઆઈ હેઠળ પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે.
મુંબઈના આરટીઆઈ કાર્યકર્તાએ માહિતી અધિકાર કાયદા હેઠળ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારી એજન્સીએ જણાવ્યું હતું કે પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા તથા આઉટ ડોર પબ્લિસીટીમાં અપાયેલી જાહેરાત માટે છેલ્લા ચાર વર્ષમાં ૪૩૪૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્યરત બ્યૂરો ઓફ આઉટરિચ કોમ્યુનિકેશને જણાવ્યું છે કે સરકારે મીડિયાના વિવિધ પ્લેટફોર્મમાં જાહેરાત પાછળ કુલ ૪૩૪૩ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
૧ જૂન ૨૦૧૪ થી ૭ ડીસેમ્બર, ૨૦૧૭ સુધીમાં પ્રિન્ટ મીડિયામાં જાહેરાત આપવા ૧૭૩૨.૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ૧ જૂન ૨૦૧૪ થી ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીમાં ઇલેકટ્રોનિક મીડિયામાં જાહેરાત આપવા ૨૦૭૯.૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જૂન ૨૦૧૪ થી જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન આઉટડોર પબ્લિસીટી પાછળ ૫૩૧.૨૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. બ્યૂરો ઓફ આઉટરિચ કોમ્યુનિકેશનના ફાઈનાન્સિયલ એડવાઈર તપન સૂત્રધારે જાહેરાત પાછળ સરકારે કરેલા ખર્ચની વિગત આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે પ્રિન્ટ મીડિયામાં ન્યૂઝ પેપર અને મેગેઝિનનો સમાવેશ થાય છે. જયારે ઇલેકટ્રોનિક મીડિયામાં ટેલિવિઝન, ઈન્ટરનેટ, રેડિયો, ડીજિટલ સિનેમા, એસએમએસ વગેરેનો સમાવેશ થાય છે. આઉટડોર પબ્લિસીટીમાં પોસ્ટર, બેનર, ડિજિટલ પેનલ, હોર્ડિંગ અને રેલવે ટિકિટનો સમાવેશ થાય છે..

Leave a Reply