જાહેરજનતાને સમજણ પડે કે દેશની સરકાર સૈનિકો માટે કેટલી સવલતો પૂરી પાડે છે ?

સુરતની જેમ દેશના દરેક રાજ્યમાં તાલુકા અને જીલ્લા લેવલે મારૂતિ વીર જવાન સાર્વજનિક ટ્રસ્ટની જેમ દેશપ્રેમી જનતાએ એક સાર્વજનિક ટ્રસ્ટ બનાવી લેવું જોઈએ. સાર્વજનિક ટ્રસ્ટ બનાવ્યા પછી રામાયણ, મહાભારત અને બીજી અનેક કથાઓનું ધર્મપ્રેમી જનતાને રસપાન કરાવવું જોઈએ અને કથામાં દાનના નાણા એકત્ર થયા બાદ બેંકમાં ફિક્સડ ડીપોઝીટ કરવી જોઈએ. જે ફિક્સડ ડીપોઝીટના વ્યાજમાંથી દર વર્ષે શહીદોને સન્માન સાથે અર્પણ કરવા જોઈએ. મે ભારતીય સૈન્યના સિગ્નલ કોર્પ્સમાં ફરજ બજાવેલ છે. મારા જાણવા પ્રમાણે દર વર્ષે ૪૧ કરતા વધારે સૈનિકો શહીદ થાય છે, એટલે કે માત્ર ૪૧ જ સૈનિકો કેમ ? મારા વિચાર પ્રમાણે સૈનિકના પરિવારને દાન અર્પણ કરવાને બદલે શહીદ થયેલ હોય તે ગામની પ્રાથમિક શાળામાં, માધ્યમિક શાળામાં શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવી જોઈએ, જે શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી ભારત સરકારની જ છે. બાકી ભારત સરકાર સૈનિકોની વિધવાના બાળકોને દરેક પ્રકારની સવલતો આપે જ છે. તમે જે ૪૧ સૈનિકોને દાન આપવાના છો તેની વિધવાઓને સરકાર કેટલું પેન્શન આપે છે ? તેની માહિતી આપશો ? જયારે દાનનો ચેક અર્પણ કરવામાં આવે ત્યારે જેથી જાહેરજનતાને સમજણ પડે કે દેશની સરકાર સૈનિકો માટે કેટલી સવલતો પૂરી પાડે છે ? અમોની જાણ મુજબ સંદેશ સમાચાર પત્રએ કારગિલની લડાઈ વખતે શહિદી ભંડોળ એકત્ર કરેલ. હવે સંદેશ સમાચાર પત્ર કઈ રીતે શહીદી ભંડોળના નાણાનો ઉપયોગ કરે છે ? તેની માહિતી નથી. વિશેષમાં ફૂલછાબ સમાચાર પત્રે પણ કરોડો રૂપિયા વિવિધ હોનારતો અને શહીદો માટે એકત્ર કરેલ છે, આ સમાચાર પત્ર કયા નાણા વાપરે છે ? તેની માહિતી નથી. જો કોઈ કદાચ માહિતી માંગે તો દેશદ્રોહી ગણાઈ જાશે…! ખરેખર તો નાણા શહીદો માટે જ વાપરવા હોય તો તરત ઝીરો બેલેન્સ કરવું જોઈએ. બાકી બેંકમાં ફિક્સ્ડ ડિપોઝીટ કરી વ્યાજ આવે તેમાંથી આ રીતનું આયોજન કરવું ઠીક નથી. મિત્ર આ તો મારા વિચાર છે, બાકી તમને જે ઠીક લાગે તે…! લોકો નાના વેપાર કે ઘરનો હિસાબ રાખી શકતા નથી જયારે ભારતમાં સાર્વજનિક ટ્રસ્ટો કરોડો – અબજોનો હિસાબ રાખે છે. સૈનિકો ફરજ બજાવે છે એ જ રીતે ભારત દેશનો દરેક નાગરિક ફરજ બજાવે છે. આ રીતે દરેક પોતાની ફરજ બજાવતા બજાવતા મૃત્યુને ભેટે તેને શહીદ જ કહેવાય. એ શહીદ પછી ભલે સફાઈ કામદાર કે બસ ડ્રાઈવર હોય. આપણને સમાચાર મળે છે કે ગટરમાં ગંદકીની સફાઈ દરમિયાન કામદાર ગુંગળામણથી મોતને ભેટે છે… તો શું કામદારને શહીદ ના કહેવાય…? Mr Bharat Chavda (Ex-Army)
Corps of Signals –
Indian Army Mo. 99797 31345

Leave a Reply