હરિ ૐ સંદેશ

ભારતીય સમાજ અતિ ધાર્મિક અને અંધશ્રદ્ધાળુ છે. દરેક વ્યક્તિ કોઈક ને કોઈક ગુરૂ પાસે જાય છે. આપણી વ્યક્તિ સ્વતંત્ર છે જ નહીં એ પરાવલંબી અને પરાધીન છે. ન્યાયતંત્ર પણ લેભાગુ ગુરૂને બળાત્કાર કે અન્ય ગુન્હામાં સજા આપે તો તેઓના સમર્થકોને ઊંડું આઘાત લાગે છે. એમાં મહિલાઓ તો કહે છે કે અમારા ગુરૂ તો કૃષ્ણ છે અને અમે તેની ગોપીઓ છીએ અમારા ગુરૂ નિર્દોષ છે…! ધાર્મિક લોકો એમ માને છે કે આપણે પૂજાપાઠ કરીએ તે જ યોગ્ય છે. એ લોકો એમ પણ માને છે કે પૂજાપાઠ કરીને આપણે મોક્ષ મેળવવાનો છે અને આપણે સ્વર્ગમાં જવાનું છે, પણ જે કંઈ છીએ અને આપણું જે કંઈ પણ થવાનું છે તે આપણા કર્મને આધારે થવાનું છે. આપણે સારા કર્મ કરશું તો એનું ફળ સારું મળશે. કોઈ વ્યકિતની કે એના પ્રવર્ચનોની જરૂર નથી. એ પ્રવર્ચનોમાં સાચી વાત આવતી હોય તો વૈજ્ઞાનિક અભિગમ આવતો હોય તો વાંધો નહીં. બાકીનું બધું મિથ્યા છે.

Leave a Reply