આપણે પોતે જ આપણા ભાગ્યના સ્રષ્ટા છીએ.

પશ્ચિમના એક મહાન મૂર્તિકાર માઈકલેંજલોના જીવનમાં ઉલ્લેખ છે કે એકવાર એ સંગેમરમર (આરસપહાણ) વેચનારની દુકાન પર પહોંચ્યા અને કહ્યું કે દુકાનની પેલી બાજુ, રસ્તા કિનારે, તમે જે એક મોટો પથ્થર નાખી રાખ્યો છે, તેને હું વર્ષોથી, અહીંથી પસાર થતી વખતે જોયા કરું છું, શું એ વેચવાનો નથી…?
દુકાનદારે કહ્યું – “એ વેચાતો નથી. એટલે મેં નકામો ગણી એકબાજુ નાખી રાખ્યો છે. કોઈ જો લઈ જાય તો એટલી જગ્યા ખાલી થાય.”
માઈકલેંજલોએ કહ્યું કે હું લઈ જઈશ.
દુકાનદાર એકદમ ખુશ થઈ ગયો. એણે કહ્યું લઈ જવાનો ખર્ચ પણ હું આપીશ. તમે ઉપાડી જાવ. મારે એક ઝંઝટ ટળે અને જગ્યા પણ ખાલી થાય.
માઈકલેંજલો એ પથ્થર લઈ ગયો.
કેટલાંક વર્ષો વીત્યા પછી ફરી એ જ દુકાન પર આવીને માઈકલેંજલોએ પેલા દુકાનદારને કહ્યું – “મારે ઘેર આવશો ?… કશુંક બતાવવા યોગ્ય છે મારી પાસે.” દુકાનદાર એની સાથે ગયો. ઘરમાં પ્રવેશતા જ એક અપૂર્વ વસ્તુ જો તો હોય એમ આશ્વર્યથી અવાક બની ગયો. એણે મૂર્તિઓ જોયેલી પણ આવી અદ્દભૂત પ્રતિમા એણે પહેલી જ વાર જોઈ.પથ્થરમાં જાણે પ્રાણ પૂરી દીધા હોય એવી એ કલાકૃતિ હતી. એને વિશ્વાસ ના બેઠો કે આ એ જ પથ્થર છે જે વર્ષો સુધી દુકાનની બહાર રસ્તા પર પડી રહેલો, અને કોઈ લઈ જનાર ન મળવાથી આ માણસને મફતમાં આપેલો. મજૂરીના પૈસા પણ પોતે ચૂકવેલા.
માઈકલેંજલોએ એ પથ્થરમાંથી જિસસ અને મરિયમની મૂર્તિ બનાવેલી. શૂલી પરથી મરિયમે જિસસને ઉતાર્યા છે અને લાશને પોતાના હાથમાં લઈને બેઠી છે. કહે છે કે આવી અદ્દભૂત પ્રતિમા દુનિયામાં બીજી નથી.
આપણું જીવન પણ પેલા અનઘડ પથ્થર જેવું છે. જેને જોઇને કોઈ ખુશ નથી થતું, જેને કોઈ પસંદ નથી કરતું અથવા જેની ઉપસ્થિતિ માત્રથી મનમાં શાંતિ, આનંદ કે મુગ્ધતાનો ભાવ ઊઠે એવું પણ નથી બનતું. પ્રકૃતિ તરફથી પ્રત્યેક વ્યક્તિને આવું અનઘડ જીવન મળ્યું છે. પણ જેની પાસે થોડીક ઊંડી આંખ છે એ આવા અનઘડ જીવનમાં છુપાયેલા સૌદર્યને અને એવી દિવ્ય શક્યતાને જોઈ શકે છે. પોતે જ પોતાના શિલ્પી બની અંદરથી સુંદર પ્રતિમાને ઢાંકી રહેલી બિનજરૂરી વસ્તુને દૂર કરી, સ્વયં પર છીણી-હથોડી ચલાવી એક વંદનીય પ્રતિમા જેવા જીવનનું નિર્માણ કરી શકે છે… એટલે કે “લસણ નહીં લખણ છોડો, ડુંગળી નહીં ડખ્ખા છોડો…!” આવા અમુક કહેવાતા લોકો મોકો મળ્યે લખણ અને ડખ્ખા કરતા હોય છે…!
માઈકલેંજલોએ વ્યર્થ લાગતા પથ્થરમાં પ્રાણ પૂર્યા. જેને જોઇને વ્યક્તિ નાચી ઊઠે એવા અપૂર્વ ભાવોને એ મૂર્તિ પર નિરૂપિત કર્યા. એને દિવ્યતા આપી. એમાં છુપાયેલા સૌદર્યને પ્રગટ કર્યું. આપણે પણ પાષાણ જેવા આપણા જીવનમાં નવું કાવ્ય, નવું સૌદર્ય, નમી પડવાનું મન થાય એવી કોમળતા અને દિવ્યતાનું સર્જન કરી શકીએ છીએ. કેમ કે આપણે પોતે જ આપણા ભાગ્યના સ્રષ્ટા છીએ.
(૧) બાળપણમાં તમને મા-બાપના પ્રેમની જરૂર હતી. ઘડપણમાં મા-બાપને તમારા પ્રેમની જરૂર છે. મા-બાપના મૃત્યુ પછી મોબાઈલમાં ડી.પી. રાખવાની…?…! (જીવતા હોય ત્યારે અમુક વ્યક્તિ પ્રેમ આપતી નથી…! My Wife is My life…!)
(૨)મા ! તારા માટે મારે રોજ કેટલું દૂધ લેવાનું…?
બેટા…! મેં તને કેટલું પાયું તે મને યાદ નથી…
(૩) માતાનો વિયોગ થાય ત્યારે માણસને પોતાની ઉંમર વધી ગયાનું ભાન થાય છે.
(૪) જેને પત્ર ન લખ્યો હોય છતાં જેની આંખોમાં લખવા ધારેલા પત્રનો પ્રેમાળ જવાબ વંચાય તે મા !
(૫) ઈશ્વર સર્વ સ્થળે પહોંચી શકે નહીં માટે એણે માતાનું સર્જન કર્યું…!

Leave a Reply