હરિ ૐ સંદેશ

આજના સમયે અમુક લોકો રોજ ઉઠીને સ્નાન, ધ્યાન, પ્રાર્થના કરતા નથી… આજનું વાતાવરણ જુદું છે. સર્વત્ર પ્રદૂષણ વધ્યું છે. ફેશને દાટ વાળ્યો છે. સ્વૈરતા ફૂટી નીકળી છે. સ્વતંત્રતા અને સ્વચ્છદતાએ માઝા મૂકી છે. એનાથી બચવું હોય તો એક માત્ર ઉપાય છે. પ્રભુએ આપેલું શરીર સાચવવું એજ પૂણ્યકર્મ છે. પોતાના ખાન-પાન-આહાર-વિહાર-વિચારમાં સંયમ આવે તો કોઇપણ બિમારી તમને સ્પર્શી ન શકે. પોતાના સમગ્ર ઇન્દ્રિયો પર કાબુ કરવો અધ્યાત્મજ્ઞાન છે. એનાથી તમારામાં યોગશક્તિ વધે છે. આત્મબળ દ્રઢ બને છે. મીતભાષ્ય અને સૌમ્ય વ્યવહાર જન્મે છે.

Leave a Reply