હરિ ૐ સંદેશ

લેભાગુ અને બની બઠેલા બાબા હરામદેવોને સંદેશ…
ઘર છોડ્યું પણ રહેવા આશ્રમ બાંધવો પડ્યો તો ઘર શું ખોટું હતું…?
આશ્રમ ચલાવવા પૈસા જોઈએ તો કથાઓ કરવી પડે છે (ધર્મપ્રેમી ભક્તજનોને કહેવાનું કે હું કથાના પૈસા લેતો નથી…! છતાં પૈસા લેવા માટે જ કથા કરતા હોય છે…! અરે ઘણા કથાકારોએ પોતાના માલિકીના મંડપો, લાઈટ ડેકોરેશન અને સાઉન્ડ સિસ્ટમ વસાવેલી હોય છે…! ચતુર કરો વિચાર) અને કથાઓ કરવા માટે સ્થળ શોધતા હોય છે…! તો પછી ખેતી કે નોકરી શું ખોટી હતી…?
આશ્રમમાં રસોઈ બનાવવા કોઈ ત્યકતા કે વિધવા બહેન આવે એટલે આખું ગામ બાપજીની વગર લેવા-દેવા વાતો કરતુ થઈ જાય તો પછી લગ્ન કરવા શું ખોટા હતા…?
સાધુ થઈ આશ્રમ ચલાવવા ચેલાઓ અને ચેલાકીઓ જોઈએ તો સંસારમાં સંતાનો શું ખોટા હતા…? ઘણા ગુરૂઓ તો પોતાના સંતાનોને અમેરિકા મોકલી દે છે અને બીજાના સંતાનોને ચેલાઓ અને ચેલાકીઓ બનાવે છે…! આ પણ સત્ય હકીકત છે…

Leave a Reply