હરિ ૐ સંદેશ

“ઈશનું રાજ્ય છે આખું, જે-જે આ જગતી વિશે, ત્યાગીને ભોગવી જાણો, વાંછો મા ધન અન્યનું”
ઈશાવારૂપ ઉપનિષદનો પ્રથમ શ્લોક આ જ વસ્તુ શીખવે છે…! તમે જે કાંઈ કમાઓ છો એ આ ધરતીની મદદ અને કૃપાથી કમાઓ છો, ધરતીનાં બાળકો સમાન માનવીના સહકાર અને પરિશ્રમથી કમાઓ છો. એટલે ધરતી અને ધરતીવાસીઓનું અ-કલ્યાણ ન થાય એ રીતે કમાઓ, કોઈનું શોષણ ન કરો, ભ્રષ્ટાચાર ન આદરો, કોઈની પરસેવાની કમાણીનો ગેરલાભ ન લો… એ ધન પ્રાપ્તિના આદર્શો બનવા જોઈએ…!

Leave a Reply