અંધો કી બસ્તી હૈ, રોશની બેચતા હું…!

આપણે વિકસિત દેશોની સિદ્ધિઓની સાથે ભારતની તુલના કરીએ ત્યારે તરત જ ‘પણ… આપણી વસતી કેટલી છે…!’ તેવા એક જ વાક્ય સાથે તમામ જવાબદારીઓમાંથી છટકી જતા હોઈએ છીએ…
આમ જોવા જઈએ તો સિંગાપોર, દુબઈ, ક્રોએશિયા કે વિશ્વના સિદ્ધિવંતા ૫૦ થી વધુ દેશોની વસતી ભારતના કોઈ શહેર કે ભારતના કોઈ રાજ્ય જેટલી છે. શું કેન્દ્ર સરકાર કોઈ ૪૦ લાખની વસતી ધરાવતા શહેર કે ત્રણ કરોડની વસતી ધરાવતા રાજ્યને સિંગાપોર, દુબઈ કે બ્રિટન, ફ્રાંસની જેમ મોડેલ તરીકે વિકસાવવાનો પ્રોજેક્ટ હાથ ન લઈ શકે…? લંડન અને ન્યૂયોર્ક જે રીતે મેનેજ થાય તેમ મુંબઈ માટે પ્રયત્ન ન થઈ શકે…? ગુજરાતના સુરત શહેરમાં કામરેજ થી સુરતના રોડ ઉપર બીઆરટીએસ ચાલે છે
તેની પાસે સર્વિસ રોડ આવેલો છે, જ્યાં ફૂટપાથ પર લોખંડની રેલિંગ સાથે બે ઊંટ બાંધવામાં આવે છે…! અનેક ફરિયાદો કરવામાં આવી છતાં… પરિણામ…!

Leave a Reply