ગાયમાતાને નામે અનેક ગોરખધંધા ચાલે છે…!

ગાયમાતાને નામે અનેક ગોરખધંધા ચાલે છે, તે હકીકત છે. અનેક ગોરખધંધામાં એક ધંધો જોઈએ તો એ છે કે ગાયમાતાને માલવાહક રિક્ષામાં ફેરવવામાં આવે છે, જેમાં થોડું ઘાસ નીરવામાં આવે છે અને આખો દિવસ ગાય ઉભી રહે છે, વિશેષમાં આ રિક્ષામાં માતાજીના અને ભગવાનના ભજન વગાડવામાં આવે છે…! આ પરોપકારની કામગીરીમાં એક માણસ માલવાહક રિક્ષા ચલાવતો હોય છે, જયારે બીજા બહેનો – ભાઈઓ દાન એકત્ર કરતા હોય છે…! આ લોકો ગાયમાતાના નામે પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. અમુક કિસ્સામાં તો માલવાહક રિક્ષામાં ઉભેલી ગાયને ચાર પગ ઉપરાંત એક વધારાનો પગ ઉમેરીને તેને ચમત્કારિક બનાવી દેવામાં આવે છે. આ રીતે ચમત્કારિક બનાવવા માટે જીવતા વાછરડાનો એક પગ કૃત્રિમ રીતે પશુ ડૉકટરની મદદથી ગાયના શરીરમાં જોડી દેવામાં આવે છે…!

Leave a Reply